તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli જિલ્લાનાં 10માંથી 7 ડેમમાં સિંચાઈ માટે 1 માસ ચાલે અેટલું પાણી

જિલ્લાનાં 10માંથી 7 ડેમમાં સિંચાઈ માટે 1 માસ ચાલે અેટલું પાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં કુલ 10 ડેમ આવેલા છે. જેમાં 7 ડેમામા માત્ર સિંચાઈ માટે એક માસ સુધી ચાલી શકે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. તેમજ જિલ્લામાં નગરપાલિકાને પાણી વિતરણ કરતા 3 ડેમોમાં પાણીનો જથ્થો લોકોને આપવા માટે સંગ્રહી રખાયો છે. સુત્રોએ જણાવ્યું હતુ કે હાલ તો પીવા માટેના પાણીની વર્ષ દરમિયાન ઘટ નહી જોવા મળે અને હાલ ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો પુરતો છે. ત્યારે હાલ તો જિલ્લામાં ખેડૂત પર જાણે મુશ્કેલી આવી હોય તેમ ડેમ વિભાગે સિંચાઈ માટેનું પાણી અટકાવી દીધુ છે. ત્યારે મુરજાતી મોલાતની વચ્ચે ખેડૂતો ચીંતાતુર બન્યા છે.

અમરેલી જિલ્લામાં આ વર્ષે વરસાદની સારી પધરામણ થઈ નથી. જેના કારણે જિલ્લાના 10 ડેમોમાં માત્ર પાણીનો જથ્થો નહીવત બચ્યો છે. ત્યારે જિલ્લામાં સિંચાઈ માટે બનેલા 7 ડેમમાં માત્ર મહિનો દિવસ ચાલી શકે તેટલુ જ પાણી બચ્યું છે. તેમજ અમરેલીમાં આવેલા ઠેબી ડેમમાં અમરેલી નગરપાલિકાને એક વર્ષ સુધી પાણી આપી શકે તેટલો જથ્થો બચ્યો છે. તેમજ ધારી ખોડીયાર ડેમ પણ ચલાલા નગરપાલિકાને એક વર્ષ પાણી આપી શકે છે. રાજુલાના ધાતરવડી 1 પણ રાજુલા નગરપાલિકાને પાણીનું વિતરણ એક વર્ષ સુધી કરી શકે છે. ત્યારે જિલ્લામાં માત્ર સિંચાઈ માટેના પાણીની જ ઘટ જોવા મળી રહી છે. જિલ્લાના 7 ડેમમાં હાલ તો સિંચાઈ માટેનું પાણી અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે વરસાદની અછતની વચ્ચે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

અમારૂં તો આખું વર્ષ બગડયું છે: ખેડૂત
અમરેલી િજલ્લાના ખેડૂત ધીરૂભાઈ ગરણિયાએ જણાવ્યું કે વરસાદ નહી થતા અમારૂતો આખું વર્ષ નિષ્ફળ થયું છે. અમારે તો ચોમાસુ પાક તો નિષ્ફળ થયો છે. પણ શિયાળું અને ઉનાળું પાકનું વાવેતર જ નહી થાય એટલા માટે અમારૂ આખું વર્ષ બગડતા મુશ્કેલી વેઠવી પડશે.

જિલ્લામાં પીવાના પાણીની ઘટ નથી માત્ર સિંચાઈની ઘટ : સિંચાઈ વિભાગ
કયા ડેમમાં કેટલા ફૂટ પાણીનો જથ્થો ?
ખોડીયાર ડેમ 61.80

મુંજીયાસર ડેમ 12.40

વડીયા ડેમ 14.70

ઠેબી ડેમ 9.84

વડી ડેમ 3.11

ધાતરવડી 1 ડેમ 34.21

રાયડી ડેમ 26.56

શેલદેદુમલ 12.62

સુરજવડી ડેમ 24.89

ધાતરવડી 2 ડેમ 7.87

અન્ય સમાચારો પણ છે...