Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - અમરેલી જિલ્લામાં જમીન વિકાસ નિગમ દ્વારા માત્ર જિલ્લામાં કેટલો

અમરેલી જિલ્લામાં જમીન વિકાસ નિગમ દ્વારા માત્ર જિલ્લામાં કેટલો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:01 AM

અમરેલી જિલ્લામાં જમીન વિકાસ નિગમ દ્વારા માત્ર જિલ્લામાં કેટલો પાક નિષ્ફળ થયો તેની સર્વેની કામગીરી કરી સંતોષ...

  • Amreli - અમરેલી જિલ્લામાં જમીન વિકાસ નિગમ દ્વારા માત્ર જિલ્લામાં કેટલો

    અમરેલી જિલ્લામાં જમીન વિકાસ નિગમ દ્વારા માત્ર જિલ્લામાં કેટલો પાક નિષ્ફળ થયો તેની સર્વેની કામગીરી કરી સંતોષ માની લીધો છે. ત્યારે આ વિભાગ દ્વારા વરસાદના બે મહિના વીતી ગયા છે. પણ નીંદ્રાધીન તંત્રએ અત્યાર સુધી જિલ્લામાં જમીન ધોવાણનો સર્વે કર્યો જ નથી. ત્યારે આ પ્રશ્ને જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના પુર્વ ચેરમેન દ્વારા કલેકટરને રજુઆત કરવામા આવી છે.

    જિલ્લા પંચાયત બાંધકામ સમિતીના પુર્વ ચેરમેન ટીકુભાઇ વરૂ દ્વારા કલેકટરને કરાયેલી રજુઆતમા જણાવાયું છે કે સૌરાષ્ટ્રમાં વરસાદના બે મહિના વિતી ગયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ વરસાદે તારાજી સર્જી હતી. જેના કારણે અમરેલીના જાફરાબાદ અને રાજુલામાં પણ ધોધમાર વરસાદના પગલે ખેડૂતોનો ઉભો પાક અને જમીનનું ધોવાણ થયું હતું. ત્યારે જાફરાબાદ તાલુકામાં સરકારી તંત્રએ માત્ર પાક ધોવાણનું સર્વે કરી સંતોષ માની લીધો છે.

    ત્યારે તંત્રએ અત્યાર સુધી જમીન ધોવાણના સર્વેની કામગીરી હાથ ધરી જ નથી. ત્યારે આ જમીન ધોવાણના સર્વેની જાફરાબાદના ખેડૂતો કાગડોળે રાહ જોઇને બેઠા છે. જિલ્લાનું જમીન વિકાસ નીગમ હાલ નીદ્રાધીંન હાલતમાં જોવા મળતા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતીના પુર્વ અધ્યક્ષ ટીકુભાઈ વરૂએ જિલ્લા કલેકટને રજુઆાત કરી વહેલી તકે જમીન ધોવાણના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending