વડીયામાં અડધો ઇંચ, અમરેલીમાં ઝાંપટા

અમરેલી જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો, ધરતીપુત્રો સારા વરસાદની રાહમાં : જો કે અન્યત્ર વાદળછાયંુ વાતાવરણ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
વડીયામાં અડધો ઇંચ, અમરેલીમાં ઝાંપટા
અમરેલી જિલ્લામા ચોમાસાની સિઝન દરમિયાન મેઘરાજાએ રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા સહિતના વિસ્તારોમા સારી એવી મેઘમહેર કરી હતી. જો કે હજુ અમરેલી, લાઠી, બાબરા, બગસરા સહિતના વિસ્તારોમા હજુ પણ વરસાદની ઘટ હોય ખેડૂતો સારા વરસાદની આશ લગાવી બેઠા છે. ત્યારે આજે અચાનક વાતાવરણમા પલટો આવ્યો હતો. અમરેલીમા વહેલી સવારે વરસાદી ઝાપટુ પડી ગયુ હતુ. જયારે વડીયામા અડધો ઇંચ વરસાદ પડી જતા ધરતીપુત્રોને હવે બીજો સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી આશ જાગી છે.

ઓણસાલ ચોમાસાની સિઝન દરમિયાન હજુ અમરેલી, લાઠી, બાબરા, બગસરા, વડીયા સહિતના પંથકમા વરસાદની ઘટ વર્તાઇ રહી છે. મેઘવિરામને વીસેક દિવસ થયા બાદ હજુ વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો ન હોય ખેડૂતો હજુ સારા વરસાદની આશમા બેઠા છે. જો હાલ વરસાદનો સારો રાઉન્ડ આવી જાય તો મોલાતમા સોનામા સુંગધ ભળે તેવુ ખેડૂતો ઇચ્છી રહ્યાં છે. ઓણસાલ ચોમાસા દરમિયાન ખાસ કરીને દરિયાકાંઠાના રાજુલા જાફરાબાદ વિસ્તારમા તેમજ સાવરકુંડલા પંથકમા સારો વરસાદ પડી ગયો હતો જેને પગલે આ વિસ્તારના ખેડૂતોને ફાયદો થયો છે.

ત્યારે હજુ અમરેલી, વડીયા, બગસરા, લાઠી, બાબરા સહિતના ગામોમા હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઇને બેઠા છે. હાલ વરસાદ વધુ ખેંચાશે તો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતોને ભિતી સતાવી રહી છે. આ વિસ્તારમા મોટાભાગે ખેડૂતો કપાસ અને મગફળીનુ વાવેતર કરે છે.

જો કે આજે ફરી વાતાવરણમા પલટો જરૂર આવ્યો હતો. અમરેલીમા વહેલી સવારે વરસાદી ઝાપટા પડી જતા માર્ગો ભીના થયા હતા. તો વડીયામા સવારથી લઇ સાંજ સુધીમા વરસાદી ઝાપટા પડી જતા અહી અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. જેને પગલે ખેડૂતોને ફરી સારા વરસાદની આશા જાગી છે. અહી અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા અને વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

વડીયામાં ઝાંપટુ પડતા જ માર્ગો પર પાણી ચાલુ થઇ ગયા હતા

X
વડીયામાં અડધો ઇંચ, અમરેલીમાં ઝાંપટા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App