• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલીનાં શેલ ખંભાળીયા ગામ નજીક શેત્રંુજી નદીનાં પટ્ટમાંથી રેતી ચોરી ઝડપાઇ

અમરેલીનાં શેલ ખંભાળીયા ગામ નજીક શેત્રંુજી નદીનાં પટ્ટમાંથી રેતી ચોરી ઝડપાઇ

પોલીસે ચાર ટ્રેકટર સહિત કુલ રૂા. 11 લાખનો મુદ્દામાલ કબજે લીધો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
અમરેલીનાં શેલ ખંભાળીયા ગામ નજીક શેત્રંુજી નદીનાં પટ્ટમાંથી રેતી ચોરી ઝડપાઇ
અમરેલી જિલ્લામા રેતી ચોરીનુ દુષણ હજુ પણ શરૂ હોય ખનીજ ચોરી કરતા તત્વો રોયલ્ટીની ચોરી કરતા હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતા હોય આજે પોલીસે શેત્રુજી નદીમાથી રેતી ચોરી કરતા ચાર ટ્રેકટરો અને લોડર સાથે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે કુલ રૂા. 11 લાખનો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રેતી ચોરી ઝડપાયાની આ ઘટના અમરેલીમા બની હતી. જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયની સુચના મુજબ એસઓજીના પીએસઆઇ આર.કે.કરમટા તથા ટીમે અમરેલીના શેલ ખંભાળીયા નજીક શેત્રુજી નદીમા રેતી ચોરી કરતા હરેશ જેઠાભાઇ પરમાર, મિથુન મોહનભાઇ દાફડા, વાલજી હિરાભાઇ મકવાણા, ભરતભાઇ ઉર્ફે ભગત રમેશભાઇ ભટ્ટ, રાયસીંગભાઇ સોઢા, જીતેશભાઇ ગોપીભાઇ રાઠોડ નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રેતી તથા ટ્રેકટર ટ્રોલી સાથેના ચાર વાહનો તથા એક લોડર મળી કુલ રૂા. 10,76,000ના મુદ્દામાલ પણ કબજે લીધો હતો. પોલીસે બે શખ્સોની શોધખોળ આદરી છે. તસ્વીર- જયેશ લીંબાણી

X
અમરેલીનાં શેલ ખંભાળીયા ગામ નજીક શેત્રંુજી નદીનાં પટ્ટમાંથી રેતી ચોરી ઝડપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App