• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - સાવરકુંડલાનાં ભેંકરામાં અડધો ઇંચ મેઘ મહેર, અન્યત્ર કોરુધાકોડ

સાવરકુંડલાનાં ભેંકરામાં અડધો ઇંચ મેઘ મહેર, અન્યત્ર કોરુધાકોડ

સારા વરસાદની આશ બંધાઇ હતી : જો કે ધરતીપુત્રો નિરાશ

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:01 AM
Amreli - સાવરકુંડલાનાં ભેંકરામાં અડધો ઇંચ મેઘ મહેર, અન્યત્ર કોરુધાકોડ
અમરેલી જિલ્લામા અનેક સ્થળે બે દિવસ ઝાપટા વરસ્યા બાદ આજથી આકાશમા વરસાદી વાદળો ગાયબ થઇ ગયા હતા. અનેક વિસ્તારોમા હજુ પણ ખેડૂતોને સારા વરસાદની જરૂર છે. જો કે હાલ તો વરસાદના કોઇ એંધાણ જણાતા ન હોય ખેડૂતો પણ ચિંતામા પડયા છે. સાવરકુંડલા પંથકમા આજે બપોરબાદ આકાશમા વરસાદી વાદળો ઘેરાયા હતા. અહીના ભેંકરા ગામે અડધો ઇંચ વરસાદ પડી જતા માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. તો વંડા અને પીયાવામા વરસાદી ઝાપટુ પડી ગયુ હતુ.

બે દિવસથી અમરેલી, લાઠી, સાવરકુંડલા પંથક તેમજ રાજુલા પંથકમા વરસાદથી ઝાપટા પડી ગયા હતા. ગઇકાલે તો રાજુલા તેમજ ખાંભાના કેટલાક વિસ્તારોમા અડધાથી લઇ એકાદ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. હજુ અનેક વિસ્તારો એવા છે કે જયાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ પડયો છે અને ખેડૂતો હજુ પણ સારા વરસાદની આશ લઇને બેઠા છે. જો કે આજે અમરેલી સહિત એકેય વિસ્તારમા વરસાદના વાવડ સાંપડયા ન હતા.

X
Amreli - સાવરકુંડલાનાં ભેંકરામાં અડધો ઇંચ મેઘ મહેર, અન્યત્ર કોરુધાકોડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App