Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સરકાર તેના પર

પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સરકાર તેના પર

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:01 AM

પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સરકાર તેના પર તગડો વેરો વસુલી લોકોને તેના હાલ પર છોડી રહી છે. ત્યારે અન્ય...

  • Amreli - પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સરકાર તેના પર

    પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સરકાર તેના પર તગડો વેરો વસુલી લોકોને તેના હાલ પર છોડી રહી છે. ત્યારે અન્ય જીવનજરૂરી ચિજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા તેનો વિરોધ કરવા જીલ્લા કોંગ્રેસ દ્વારા આવતીકાલે 10મી તારીખને સોમવારે અમરેલી શહેર બંધનું એલાન અપાયુ છે. કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવા જીલ્લામાં એક પછી એક વિરોધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

    અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આજે આ બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના કાર્યાલયની યાદીમાં જણાવાયુ હતું કે દેશમાં પેટ્રોલ-ડિઝલ અને ગેસના ભાવમાં કમરતોડ વધારો થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં કોઇ એવો ખાસ વધારો થયો નથી અને ભાવ નિયંત્રણમાં છે. આમ છતાં દેશની સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ કમરતોડ વધારો કરવામાં આવી રહ્યો છે. રાંધણગેસના ભાવમાં પણ સતત વધારો થઇ રહ્યો હોય ગૃહિણીઓને ઘર ચલાવવુ મુશ્કેલ બન્યુ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના કારણે અનાજ, કઠોળ, દુધ, શાકભાજી, ફ્રુટ સહિતની જીવનજરૂરી ચિજવસ્તુઓમાં પણ એકદમ વધારો થવાના ભયથી આમ આદમી પરેશાન થઇ ચુક્યો છે. એક તરફ અમરેલી જીલ્લામાં અપુરતા વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. હિરા સહિતના ઉદ્યોગો મંદિમાં સપડાયેલા છે અને જીલ્લામાં હજારો યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. બજારમાં ઘરાકીના અભાવે વેપારીઓ પણ પરેશાન છે તેવા સમયે સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ વધારે પોતાની તિજોરી છલકાવી રહી છે. પરંતુ તેનાથી દરેક વર્ગના લોકોની આર્થિક રીતે કમર ભાંગી રહી હોય તેનો વિરોધ કરવા 10મી તારીખે જીલ્લા કોંગ્રેસ દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending