જાફરાબાદમા ખાનગી કંપનીમા વાયરની ચોરી, પોલીસ ફરિયાદ

અમરેલી | જાફરાબાદમા આવેલ નર્મદા કંપનીમા માઇન્સ નોર્થ બ્લોક ડી.જી.ટાવરના એરીયામા કોઇ અજાણ્યા શખ્સે ઇલેકટ્રીક પેનલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
જાફરાબાદમા ખાનગી કંપનીમા વાયરની ચોરી, પોલીસ ફરિયાદ
અમરેલી | જાફરાબાદમા આવેલ નર્મદા કંપનીમા માઇન્સ નોર્થ બ્લોક ડી.જી.ટાવરના એરીયામા કોઇ અજાણ્યા શખ્સે ઇલેકટ્રીક પેનલ બોર્ડમા તોડફોડ કરી રૂા. 1500ની કિમતનો કોપર વાયરની ચોરી કરીને લઇ જતા આ બારામાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

માળિયાનાં ગડુમાંથી બાઇકની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

જૂનાગઢ | માળિયાનાં ગડુ ગામેથી કાનાભાઇ કાળાભાઇ ઝણકાંતની બાઇક નં.જીજે-11-એએલ-2353ને કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસે ફરિયાદ નોંધી હતી.

જૂનાગઢમાંથી કેફીપીણું પીધેલી હાલતમાં ચાર શખ્સોની અટક

જૂનાગઢ | જૂનાગઢમાંથી પ્રદ્યુમન મનુભા જાડેજા, ફૈજલ હુસેન મુસાણી, રમેશ ભાણજી મેવાડા, કિશન કાંતિલાલ વઘેરાને પોલીસે કેફીપી પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

વંથલી, શીલ, ચોરવાડ પંથકમાંથી દેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ | વંથલીનાં દિલાવરનગર, શીલનાં મીતી અને ચોરવાડનાં કુકસવાડામાંથી પોલીસે દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રેઇડ દરમિયાન નિયામતબેન રહીમ લાડક, બાલુ કાંધા મેર, ચેતન જેઠા ભાદરકા નાસી ગયા હતા. જયારે જાફર ઇસ્માઇલ ભટ્ટી ઝડપાઇ ગયો હતો.

X
જાફરાબાદમા ખાનગી કંપનીમા વાયરની ચોરી, પોલીસ ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App