• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli ત્રણ મિત્રોને નકલી પોલીસે ગોંધી રાખ્યા, 5 લાખ પડાવ્યા, 4 ઝડપાયા

ત્રણ મિત્રોને નકલી પોલીસે ગોંધી રાખ્યા, 5 લાખ પડાવ્યા, 4 ઝડપાયા

Amreli - ત્રણ મિત્રોને નકલી પોલીસે ગોંધી રાખ્યા, 5 લાખ પડાવ્યા, 4 ઝડપાયા

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:01 AM IST
જૂનાગઢમાં ફરી હનીટ્રેપની ઘટના સામે આવી છે. બે મહીના પહેલા અમરેલીથી આવેલા 3 મિત્રો હનીટ્રેપમાં ફસાયા હતાં. નકલી પોલીસ બનીને ત્રાટકેલા બે શખ્સોએ તેમને મારી નાખવાની અને વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. આ અંગે ત્રણેય મિત્રોએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બે મહીલા સહિત ચાર શખ્સોને ઝડપી લીધા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલીના ચીતલમાં રહેતા 3 મિત્રો મહેશભાઈ ઉમીયાશંકર જોષી, મનસુખભાઈ બાલાભાઈ માંગરોલીયા અને અશ્વિનભાઈ વલ્લભભાઈ મિસ્ત્રી સુતારએ બે મહીના પહેલા બીલખા રામનાથ મહાદેવના દર્શનનો પ્લાન બનાવ્યો હતો. જોકે રામનાથ મહાદેવના દર્શન પતાવી મનસુખભાઈએ જૂનાગઢની સ્ત્રી મિત્ર રેખાને મળવાની ઈચ્છા જાહેર કરતા ત્રણેય જૂનાગઢ આવ્યા નીકળ્યા હતાં.

દરમિયાન રેખાને ફોન કરતા પોતે બહાર હોવાથી હીના નામની યુવતિને બસસ્ટેન્ડ લેવા મોકલી હતી. હિના 3 મિત્રોને ખામધ્રોળ વિસ્તારમાં એક મકાનમાં લઈ ગઈ હતી. જ્યાં રેખા અને એક અજાણી સ્ત્રી પહેલેથી હાજર હતી.

જોકે હજુ 3 મિત્રો ત્યા બેઠા જ હશે ત્યાં રાહુલ આહીર અને અરવિંદ ગજેરા નકલી પોલીસ બનીને ત્રાટક્યા હતા.અને ત્રણેય માથે ગેંગરેપનો કેસ કરવાની ધમકી આપી માર મારવા લાગ્યા હતાં. તેમજ જો કેસમાં બચવું હોય તો 10 લાખની માંગણી કરી હતી. 3 મિત્રો પાસે 10 લાખ ન હોવાથી 5 લાખ લેવા નકલી પોલીસ બનેલ શખ્સોએ હામી ભરી હતી.

જોકે રાત્રે રૂપિયા લાવવા મુશ્કેલ હોવાથી 3 મિત્રોને રાત્રીના ગોંધી રખાયા હતાં. અને સવારે મનસુખભાઈએ મિત્ર પાસેથી 5 લાખ અપાવતા ત્રણેય મિત્રોને જવા દિધા હતા. તેમજ 3 મિત્રો જો કોઈને કહેશે કે પોલીસ ફરીયાદ કરશે તો વિડીયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે મહેશભાઈએ જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હતી.

પહેલા ત્રણેને ચા પીવડાવ્યો હતો

મનસુખભાઈની મહીલા મિત્રએ ઘરે બોલાવીને જાળમાં ફસાવવા અને ધ્યાન ભટકાવવા માટે પહેલા ચા પિરસ્યો હતો. બાદમાં અચાનક નકલી પોલીસ બનીને આવેલા શખ્સો ત્રાટક્યા હતાં.

મહેશભાઈ સસ્તા અનાજની દુકાન ચલાવે છે

હનીટ્રેપનો ભોગ બનનાર મહેશભાઈ ગ્રેજ્યુએટ છે અને ગુજરાન ચલાવવા સસ્તા અનાજની દુકાન ચલાવે છે. તેમજ મહેશભાઈ એક બાળકના પિતા છે.અને પત્ની, માતા - પિતા સાથે રહે છે.

અરવિંદ, મનસુખ બાઇક પર પૈસા લેવા ગયા હતા

આરોપી અરવિંદ બાઇક પર મનસુખને સાથે લઇ ઝાંઝરડા ચોકડીએ પૈસા લેવા ગયો હતો. બાદમાં પૈસા મળી જતાં રાહુલને ફોન કરી બોલાવતા આરોપી રાહુલ કાર ચલાવીને મહેશ અને અશ્વિનને લઇ ગયો હતો.

X
Amreli - ત્રણ મિત્રોને નકલી પોલીસે ગોંધી રાખ્યા, 5 લાખ પડાવ્યા, 4 ઝડપાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી