• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલી નગરપાલીકામાં ગઇકાલે સામાન્ય સભા દરમિયાન નગરપાલીકાના કોંગ્રેસના સદસ્યોમાં

અમરેલી નગરપાલીકામાં ગઇકાલે સામાન્ય સભા દરમિયાન નગરપાલીકાના કોંગ્રેસના સદસ્યોમાં

Amreli - અમરેલી નગરપાલીકામાં ગઇકાલે સામાન્ય સભા દરમિયાન નગરપાલીકાના કોંગ્રેસના સદસ્યોમાં

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:01 AM IST

અમરેલી નગરપાલીકામાં ગઇકાલે સામાન્ય સભા દરમિયાન નગરપાલીકાના કોંગ્રેસના સદસ્યોમાં સામસામી ખુરશીઓ ફેંકી મારામારી થતા પાલીકા પ્રમુખે આઠ સભ્યો સામે ફોજદારી ફરીયાદ નોંધાવ્યા બાદ મોડી રાત્રે કોંગ્રેસના મહિલા સદસ્યએ પણ નગરપાલીકાના ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ચીફ ઓફીસર સહિત 11 શખ્સો સામે હુમલો કરી હડધુત કરવા સબબ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

અમરેલી નગરપાલીકાના કોંગ્રેસના સદસ્ય બાલુભાઇ દિનેશભાઇ પરમારે ગઇ મોડીરાત્રે આ બારામાં પાલીકાના ઉપપ્રમુખ શકીલબાપુ સૈયદ, પૂર્વ પ્રમુખ નટુભાઇ સોજીત્રા, અલ્કાબેન ગોંડલીયા તથા ચીફ ઓફીસર ઉપરાંત જયશ્રીબેન ડાબસરા, પદમાબેન ગોસાઇ, પંકજભાઇ રાઠોડ, હિરેનભાઇ સોજીત્રા, મૌલીકભાઇ ઉપાધ્યાય, પ્રકાશભાઇ કાબરીયા, માધવીબેન જાની સહિત 11 સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં તેણે જણાવ્યુ છે કે પાલીકા કચેરીમાં સભા દરમિયાન આ તમામ 11 લોકોએ તેના સહિતના સભ્યો પર હુમલો કરી ખુરશીઓના ઘા મારી ઇજા પહોંચાડી હતી અને ગાળો દીધી અને તેમને તથા અન્ય સભ્ય રમેશભાઇ ભાભરને જ્ઞાતિ પ્રત્યે હડધુત પણ કર્યા હતાં. બનાવ અંગે ડીવાયએસપી બી.એમ. દેસાઇ તપાસ ચલાવી રહ્યા છે.

X
Amreli - અમરેલી નગરપાલીકામાં ગઇકાલે સામાન્ય સભા દરમિયાન નગરપાલીકાના કોંગ્રેસના સદસ્યોમાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી