• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલીમાં તા.12 વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

અમરેલીમાં તા.12 વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

અમરેલી | આગામી તા.12ના રોજ સિમ્સ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા આયોજિત વિનામુલ્યે સર્વરોગ નિદાન...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
અમરેલીમાં તા.12 વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
અમરેલી | આગામી તા.12ના રોજ સિમ્સ હોસ્પિટલ તથા રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા આયોજિત વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. જેમાં સિમ્સ હોસ્પિટલ-અમદાવાદના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવા આપશે.અમરેલી શહેરમાં રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા અનેક સેવાકીય કર્યો થઈ રહ્યા છે. વધુમાં આગામી તા.12ના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સિમ્સ હોસ્પિટલ અમદાવાદ તથા રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છાતીમાં દુઃખાવો, ગભરામણ, વારંવાર ચક્કર આવવા, નવજાત શિશુ અને બાળકોના રોગ માટે, ઘૂંટણના સાંધાના દુઃખાવા માટે, પાચનતંત્ર તથા પેટના રોગો, કેન્સરને લગતી બીમારી, વિગેરે અનેક બીમારીઓની સારવાર નિષ્ણાંત ડોકટરો દ્વારા આપવામાં આવશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે ચિત્તલ રોડ પર આવેલ બંસીધર મેડિકલ સ્ટોર, દાણા બજારમાં આવેલ યુનિવર્સલ કે.ટી.માસ્તર, હરી રોડ પર આવેલ આનંદ કલોથ સ્ટોર, તથા એસ.ટી.ડેપો સામે આવેલ શીતલ આઈસ્ક્રીમ પાર્લર ખાતે નામ નોંધાવવાના રહેશે.

X
અમરેલીમાં તા.12 વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App