તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે

સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | ગુજરાત રાજ્યના રમત ગમત અને યુવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત સાગરકાંઠા પરિભ્રમણ કાર્યક્રમ નવેમ્બર 2018 દરમિયાન યોજાશે. આ કાર્યક્રમમાં અનુસૂચિત જનજાતિના યુવક અને યુવતીઓ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમમાં આવવા જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન નિવાસની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. અનુસૂચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા યુવક અને યુવતીઓ શિબિરમાં જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં જોડાવા ઓનલાઈન અરજી પત્રક ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી આગામી તારીખ 30 પહેલા જિલ્લા રમત ગમત અધિકારી ભાવનગર ને આપવાની રહેશે. પસંદગી પામેલ ૧૦૦ લાભાર્થીઓને શિબિર અંગેની જાણ જિલ્લા રમત ગમત અધિકારી, ભાવનગર દ્વારા પત્ર આપવામાં આવેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ થી જાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...