• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli ચિતલના જસવંતગઢનો એક યુવાન ગઇરાત્રે વાડીએ પાણી વાળવા ગયો

ચિતલના જસવંતગઢનો એક યુવાન ગઇરાત્રે વાડીએ પાણી વાળવા ગયો

Amreli - ચિતલના જસવંતગઢનો એક યુવાન ગઇરાત્રે વાડીએ પાણી વાળવા ગયો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:01 AM IST

ચિતલના જસવંતગઢનો એક યુવાન ગઇરાત્રે વાડીએ પાણી વાળવા ગયો હતો ત્યારે ચાર અજાણ્યા લુંટારૂઓ કોદાળી, પાઇપ અને લાકડી જેવા હથિયારો સાથે વાડીમા ઘુસી આવ્યા હતા અને આ યુવકને મારમારી મોબાઇલની લુંટ ચલાવીને નાસી જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાત્રીના સમયે વાડીએ પાણી વાળવાનુ કામ કરતા યુવાનને લુંટી લેવાયાની આ ઘટના અમરેલી તાલુકાના જસવંતગઢ ગામની સીમમા બની હતી. અહી રામાપીરના મંદિર પાસે રહેતો સાગર અરવિંદભાઇ માંગરોળીયા (ઉ.વ.25)નામનો યુવાન રાત્રે રાંઢીયા રોડ પર આવેલી પોતાની વાડીએ મોટર સાયકલ લઇ પાણી વાળવા ગયો હતો અને કપાસમા પાણી પાવાનુ ચાલુ હતુ ત્યારે રાત્રે સવા અગિયારેક વાગ્યાના સુમારે ચાર અજાણ્યા લુંટારૂઓ તેની વાડીમા ઘુસી આવ્યા હતા. આ ચારેય શખ્સો પાસે કોદાળી, ત્રિકમ, પાઇપ અને લાકડી જેવા હથિયાર હતા. અને સીધો જ તેના પર હુમલો કરી તેની પાસે રહેલા બે મોબાઇલ લુંટી લીધા હતા. જો કે આ યુવાન પાસેથી કોઇ રોકડ રકમ લુંટારૂઓને મળી ન હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો જે અંગે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

X
Amreli - ચિતલના જસવંતગઢનો એક યુવાન ગઇરાત્રે વાડીએ પાણી વાળવા ગયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી