Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Amreli » Amreli - ચાંદગઢના દંપતીએ કપાસનો પાક બળી જતાં ઝેરી દવા ગટગટાવી, પતિનંુ મોત

ચાંદગઢના દંપતીએ કપાસનો પાક બળી જતાં ઝેરી દવા ગટગટાવી, પતિનંુ મોત

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:01 AM

પત્નિને સારવારમાં ખસેડાઇ : વરસાદ ખેંચાતા અમરેલી પંથકના ખેડૂતો ચિંતિત બન્યા

  • Amreli - ચાંદગઢના દંપતીએ કપાસનો પાક બળી જતાં ઝેરી દવા ગટગટાવી, પતિનંુ મોત
    અમરેલી પંથકમા વરસાદ ખેંચાયેલો છે ત્યારે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામના એક દંપતિએ ઝેરી દવા પી લેતા બંનેને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા હતા જયાં પતિનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે તેમના પત્નીની સારવાર ચાલી રહી છે. મેઘરાજા વરસતા પાક બળી જવાની ચિંતામા દંપતિએ આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું હતું.

    કપાસનો પાક નિષ્ફળ જવાની ભિતીએ ખેડૂત દંપતિએ ઝેરી દવા પીધાની આ ઘટના ગઇરાત્રે અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે બની હતી. લાપાળીયા તરફની સીમમા ખેતીની જમીન ધરાવતા ભરતભાઇ ધીરૂભાઇ ખુમાણ (ઉ.વ.48)એ પોતાના ખેતરમા કપાસનુ વાવેતર કર્યુ છે. તેમને પાક ધિરાણ લીધેલુ છે. પરંતુ પાછલા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભિતી ઉભી થઇ છે.

    આ કારણે ભરતભાઇ ખુમાણ અને તેમના પત્ની લાભુબેને સીમમા જઇ ઝેરી દવા ગટગટાવી લેતા બંનેને સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. જયાં ભરતભાઇ ખુમાણનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે તેમના પત્ની લાભુબેનની હાલમા સારવાર ચાલી રહી છે. અમરેલી પંથકમા પાછલા કેટલાક સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે. કપાસ, મગફળી અને તલનો પાક મુરઝાઇ રહ્યો છે. મેઘરાજા વરસતા ન હોય ખેડૂતો ચિંતિત છે. ત્યારે પાક બળી જવાની ચિંતામા દંપતિએ આ પગલુ ભર્યુ હતુ. એએસઆઇ આર.બી.રાઠોડ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending