• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર

અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર

અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ ગાગડીયો નદીમાં સૌની યોજના હેઠળ પાણી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Amreli - અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર

અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ ગાગડીયો નદીમાં સૌની યોજના હેઠળ પાણી આપવા આ વિસ્તારના ખેડૂતોએ માંગ ઉઠાવી છે. હાલ વરસાદ પણ ઓછી માત્રામાં થયો છે. ત્યારે આ ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે આ એક જ નદી પાણી પુરૂ પાડી રહી છે. પણ વરસાદ નહી પડતા તે પણ સુકીભઠ્ઠ જોવા મળી રહી છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોની સરકાર પાસે ગાગડીયો નદીમાં પાણી ઠાલવવાની માંગ કરવામા આવી છે.

લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાગડીયો નદી પસાર થાય છે. આ નદીના પાણીથી આજુ બાજુના વિસ્તારના ખેડૂતો ખેતી કરે છે. જયારે ચોમાસાની આ સીઝનમાં વરસાદ ઓછો પડયો છે. જેના કારણે નદીમાં એક પણ વખત ભારે પુર આવ્યું નથી. જેના કારણે આ નદી સુકીભઠ્ઠ થઇ ગઇ છે. ત્યારે અત્યારે વરસાદ ખેંચાયો છે. જેમાં ખેડૂતોના ઉભા પાક પાણી નહી મળતા નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે આ ત્રણ તાલુકામાંથી પસાર થતી ગાગડીયો નદીમાં ખેડૂતોએ સરકાર પાસે સૌની યોજના હેઠળ પાણી આપવા સરકાર પાસે માંગ કરી છે.

અહી લાઠીના દુધાળા ગામના વતની અને ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાએ અથાગ પ્રયાસો કરી લાઠી અકાળા દેુધાળા વિસ્તારમાથી પસાર થતી ગાગડીયો નદીના વહેણ પર 400 વિઘા જમીન પર હરીકૃષ્ણ સરોવરનુ નિર્માણ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે સરોવરનુ લોકાર્પણ કરાયુ હતુ. ત્યારબાદ દુધાળા અને જરખીયામા સુજલામ સુફલામ યોજના અંતર્ગત પંચગંગા તીર્થ અને હેતની હવેલી નજીક 100 વિઘા કરતા વધારે જમીનમા પણ સરોવર બનાવાયું છે. અને જળ સંગ્રહની ઉમદા કામગીરી કરાઇ છે.

જો આ નદીમાં સરકાર વહેલી તકે સૌની યોજનાનું પાણી આપે તો આ વિસ્તારના ખેડૂતોનો ઉભો પાક બચી શકે છે. ત્યારે આ આ ત્રણ તાલુકાના સરકાર વહેલી તકે પાણી ઠાલવે તેવી માંગ કરાઇ છે.

X
Amreli - અમરેલી જિલ્લાના લાઠી, બાબરા, લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App