• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli ધારી તાલુકાના દેવળા ગામના વ્યાજબી ભાવના દુકાનદારે નવેમ્બર 17થી

ધારી તાલુકાના દેવળા ગામના વ્યાજબી ભાવના દુકાનદારે નવેમ્બર 17થી

Amreli - ધારી તાલુકાના દેવળા ગામના વ્યાજબી ભાવના દુકાનદારે નવેમ્બર 17થી

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:01 AM IST

ધારી તાલુકાના દેવળા ગામના વ્યાજબી ભાવના દુકાનદારે નવેમ્બર 17થી એપ્રિલ 18ના છ માસના ગાળા દરમિયાન બોગસ રેશનકાર્ડ અને ગુજરી ગયેલા લોકોના નામે પણ અંગુઠા વગર ફુડ કુપન જનરેટ કરી અનાજ, કેરોસીનનો જથ્થો બારોબાર સગેવગે કરી દેતા સ્થાનિક મામલતદાર દ્વારા તેની સામે ધારી પોલીસ મથકમા ગુનો નોંધાયો છે.

ધારીના મામલતદાર પ્રતાપસિંહ ઝાલા દ્વારા ધારી તાલુકાના દેવળા ગામના વ્યાજબી ભાવના દુકાનદાર અમીરઅલી બદરૂદીન લાલાણી સામે આવશ્યક ચિજવસ્તુ ધારા હેઠળ ધારી પોલીસ મથકમા ફોજદારી ફરિયાદ નોંધાવવામા આવી છે. જેમા તેણે જણાવ્યું છે કે આ દુકાનદાર દ્વારા નવેમ્બર 17થી એપ્રિલ-18ના છ માસના ગાળા દરમિયાન દુકાનમા ગેરરીતિઓ આચરવામા આવી હતી. દુકાનદાર દ્વારા હિસાબો રજુ કરાયા ન હતા. ઉપરાંત કેરોસીનનો જથ્થો નિલ હોવા છતા તેના પાસે 100 લીટર હાજર જથ્થો હતો. તોલાટના ઘરે પણ 57 લીટર કેરોસીન પડયુ હતુ.

આ દુકાનદાર દ્વારા ગામમા રહેતા ન હોય તેવા લોકોના બોગસ રેશનકાર્ડ દ્વારા રાશનનો જથ્થો બારોબાર સગેવગે કરવામા આવતો હતો. જે લોકો ગુજરી ગયા હોય તેમના નામે પણ અંગુઠાના નિશાન લીધા વગર ફુડ કુપન જનરેટ કરી સરકાર સાથે છેતરપીંડી કરાઇ હતી અને અનાજ તથા કેરોસીનનો જથ્થો બારોબાર સગેવગે કરી દેવાયો હતો. બનાવ અંગે પીએસઆઇ કે.ડી.ગોહિલે તપાસ શરૂ કરી છે.

X
Amreli - ધારી તાલુકાના દેવળા ગામના વ્યાજબી ભાવના દુકાનદારે નવેમ્બર 17થી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી