• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલી જિલ્લામાં વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી

અમરેલી જિલ્લામાં વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી

અમરેલી| અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાના અધ્યક્ષ સ્થાને સરકાર દ્વારા અમરેલી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:01 AM
અમરેલી જિલ્લામાં વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી
અમરેલી| અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાના અધ્યક્ષ સ્થાને સરકાર દ્વારા અમરેલી જિલ્લાની લોકસભા સીટના પ્રભારીઓ અમરેલી વિધાનસભા અને બાબરા માર્કેટિંગ યાર્ડ લાઠી વિધાનસભા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રત્યેક કાર્યકર્તાઓ પાસેથી બુથનું રિવ્યુ લેવામાં આવ્યું હતું. અમરેલી ખાતે યોજાયેલી આ બેઠકમાં લોકસભાના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, જનકભાઈ બગદાણા, વિનોદભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રભારી ભરતભાઇ ગાજીપરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, ભાવનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી શરદભાઈ લાખાણી, જિલ્લા ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, ઘનશ્યામભાઈ સાવલીયા, કુંકાવાવ તાલુકા ભાજપના પ્રમુખ વિનુભાઈ રાદડિયા, તેમજ તમામ મંડલના હોદ્દેદારો, જિલ્લા પ્રભારી ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સંસદ સભ્ય, ધારાસભ્યો, બોર્ડ નિગમમાં ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેકટર, રાષ્ટ્રીય પરિષદના સભ્યો, સંકલન સમિતિના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, વિગેરે અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

X
અમરેલી જિલ્લામાં વિધાનસભાના કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App