તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલીની બજારમાં 30 થી 300 રૂપિયા સુધી માં અંબાના ગરબા

અમરેલીની બજારમાં 30 થી 300 રૂપિયા સુધી માં અંબાના ગરબા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માં અંબાની આરાધનાની નવરાત્રી 10 ઓકટોબરથી શરૂ થઈ રહી છે ત્યારે અમરેલીની બજારોમાં ગરબાનું વેચાણ થઈ રહ્યું છે. શહેરમાં વિવિધ રંગોથી રંગેલા અને શણગાર સજેલા ગરબા બજારમાં વેચાણમાં જોવા મળી રહ્યા છે. સાદા ગરબા ખરીદી તેમજ રંગબેરંગી કલર તથા વિવિધ પ્રકારની ડિઝાઈનો સાથે તૈયાર કરેલા ગરબાનું રૂા.30 થી લઈ 300 રૂપીયા સુધીમાં વેચાણ થઈ રહ્યું છે. નવરાત્રીને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નવરાત્રી ખેલવા માટે ખૈલેયામાં થનગનાટ જોવા મળી રહ્યો છે તે ઉપરાંત બજારમાં ગરબા, માં ની ચૂંદડી અને ખૈલેયાઓ માટે વસ્ત્રોનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. નવરાત્રીને લઇને અમરેલીની બજારોમાં વિવિધ પ્રકારના ગરબા જોવા મળી રહ્યા છે. જેમાં કલરફુલ, ડેકોરેટીવ, સ્ટેન્ડવાળા ગરબા અને કાચા માટીના ગરબાનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. બજારમાં 30 રૂપિયાથી લઇને 300 રૂપિયા સુધીના ગરબા મળી રહ્યા છે. મા અંબાની આરાધના કરવા લોકો ગરબાની ધુમ ખરીદી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...