• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli રાજુલાનાં વેપારીએ 1.57 કરોડનો વેટ ન ચુકવતાં ફોજદારી ફરિયાદ

રાજુલાનાં વેપારીએ 1.57 કરોડનો વેટ ન ચુકવતાં ફોજદારી ફરિયાદ

Amreli - રાજુલાનાં વેપારીએ 1.57 કરોડનો વેટ ન ચુકવતાં ફોજદારી ફરિયાદ

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:01 AM IST
રાજુલાના એક ભંગારના વેપારીએ વર્ષ 2010થી વેટની રકમ નહી ભરી દંડ સહિત રૂા. 1.57 કરોડના વેટની ચોરી કરતા આ બારામા વેરા અધિકારી દ્વારા તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામા આવી છે.

વેપારી દ્વારા વેટ ચોરીની આ ઘટના રાજુલામા બની હતી. અહીનો મહેંદીહશન ઇનાયતઅલી ઓવન નામના વેપારીએ એસએસ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલી રાજય અને કેન્દ્ર સરકારમા તેનુ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતુ. વર્ષ 2010થી આ વેપારીએ વેલ્યુએડેડ ટેકસની રકમ ભરી ન હતી. વર્ષ 2010થી 2015ના સમયગાળાના ટેકસના રૂા. 48.89 લાખ ઉપરાંત વ્યાજના 35.20 લાખ અને દંડના રૂા. 73.44 લાખ મળી કુલ રૂા. 1.57 કરોડની રકમ સરકારને ચુકવવાની હતી.

આ અંગે તંત્ર દ્વારા વર્ષ 2015થી તેને અવારનવાર નોટીસો આપવામા આવી હતી. રાજુલામા તેણે પેઢી બંધ કરી દીધી છે અને વેપારી ભાવનગર ચાલ્યા ગયા હોય ત્યાં પણ નોટીસની બજવણી કરવામા આવી હતી. આમ છતા વેપારી દ્વારા સરકારી તંત્રને જવાબ પણ ન અપાતા નાયબ વાણિજય વેરા અધિકારી રામસીંગભાઇ મુનીયાએ આ બારામા તેની સામે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

X
Amreli - રાજુલાનાં વેપારીએ 1.57 કરોડનો વેટ ન ચુકવતાં ફોજદારી ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી