Home » Saurashtra » Latest News » Amreli » અમરેલીમાં રોટરી ક્લબ દ્વારા શપથ વિધી સમારોહ યોજવામાં આવ્યો

અમરેલીમાં રોટરી ક્લબ દ્વારા શપથ વિધી સમારોહ યોજવામાં આવ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:01 AM

અમરેલી |રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા અનેક સેવાકીય, ધાર્મિક તથા શૈક્ષણિક કાર્ય કરવા આવે છે. આ રોટરી ક્લબ ઓફ...

  • અમરેલીમાં રોટરી ક્લબ દ્વારા શપથ વિધી સમારોહ યોજવામાં આવ્યો
    અમરેલી |રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા અનેક સેવાકીય, ધાર્મિક તથા શૈક્ષણિક કાર્ય કરવા આવે છે. આ રોટરી ક્લબ ઓફ અમરેલી સિટીના પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. જેનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવનિયુક્ત પ્રમુખે શપથ ગ્રહણ કર્યા હતા. અમરેલી સીટીના પ્રમુખ તરીકે શીતલ આઈસ્ક્રીમના સંજયભાઈ ભુવા, સેક્રેટરી તરીકે અનિલભાઈ આડતીયાની નિમણુંક કરવામાં આવી છે. જેનો શપથ ગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. આ તકે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવલ ઝાલાએ ઉપસ્થિત રહી કામગીરી બજાવી હતી. જેમાં પ્રમુખ સંજયભાઈ ભુવાનું અમરેલી શહેરની વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટીના પ્રમુખ અશ્વિનભાઈ ડોડીયા, રોટરી ક્લબ ઓફ અમરેલી મેઈનના પ્રમુખ ચંદ્રેશભાઈ ધોળકિયા, તેમજ શહેરના વિવિધ અગ્રણીઓ ડો.પી.પી.પંચાલ, મનુભાઈ દેસાઈ, તેમજ મીડિયા તથા સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલ પ્રફુલભાઈ બાટવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending