તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રાખડીની ખરીદી કરવા ગયેલી યુવતીનું પર્સ અજાણી મહિલા ઝુંટવી નાસી છુટી

રાખડીની ખરીદી કરવા ગયેલી યુવતીનું પર્સ અજાણી મહિલા ઝુંટવી નાસી છુટી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમા લીલીયા રોડ પર રહેતી એક યુવતી અહીના હરિ રોડ પર રાખડીની ખરીદી કરવા ગઇ હતી ત્યારે બજારમા કોઇ અજાણી મહિલા રૂપિયા 6500ની મતા ભરેલુ તેનુ પાકીટ ઝુંટવીને નાસી જતા આ યુવતીએ પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઇ મહિલાને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર યુવતીના હાથમાથી પર્સ ઝુંટવી લેવાની આ ઘટના અમરેલીમા હરિ રોડ પર આવેલ કન્યાશાળા શોપીંગ સેન્ટર નજીક બની હતી. અહીના લીલીયા રોડ પર સીમંધર સોસાયટીમા રહેતા સોનલબેન રામજીભાઇ ભુવા (ઉ.વ.32) આજે સવારે બજારમા ખરીદી માટે નીકળ્યાં હતા. રક્ષાબંધનનો તહેવાર હોય તેઓ અહી રાખડીની દુકાને ખરીદી કર્યા બાદ પરત જઇ રહ્યાં હતા તે સમયે કોઇ અજાણી મહિલા તેનુ પર્સ ઝુંટવી ગઇ હતી.

બનાવ અંગે તેણે તુરંત અમરેલી સીટી પોલીસ મથકે દોડી જઇ અજાણી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા તેણે જણાવ્યું હતુ કે પર્સમા રૂપિયા 1500ની રોકડ રકમ તથા એક મોબાઇલ મળી કુલ રૂા. 6500નો મુદ્દામાલ હતો. સીટી પોલીસે બનાવ અંગે ધોરણસરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...