• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • કોટડાપીઠા ગામનાં તળાવનોે સૌની યોજનામાં સમાવેશ કરો

કોટડાપીઠા ગામનાં તળાવનોે સૌની યોજનામાં સમાવેશ કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આવેલા ધોબીયારા તળાવને સૌની યોજના અંતર્ગત તેમાં પાણીની પાઈપ લાઈન નાખી તેમને જોડવા ગ્રામ પંચાયત દ્વારા સાંસદને રજૂઆત કરવામાં આવી છે. આ તળાવને સૌની યોજના મુજબ પાણી ઠાલવવાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણીના તળ ઉંચા આવી શકે છે.

બાબરાના કોટડાપીઠા ગામ નજીકથી સૌની યોજનાં અંતર્ગત પાણીની પાઈપ લાઈન ગામ નજીકથી પસાર થાય છે. આ પાઈપ લાઈનની કામગીરી હાલમાં ચાલુ છે. ત્યારે ગામમાં ધોબીયારા તળાવ આવેલું છે. તે ઉનાળા દરમિયાન ખાલિખમ પડેલું હોય છે. જેના કારણે લોકોને સીંચાઈના પાણીની તકલીફ પડે છે. ત્યારે ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ તળાવમાં પાણી ન હોવાની અસર જોવાં મળે છે. જેના કારણે આ વિસ્તારનાં ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. ત્યારે આ કોટડાપીઠા ગામ નજીકથી જ સૌની યોજના મુજબ પાણીની પાઈપ લાઈન નખાઈ રહી છે. ત્યારે આ યોજના અંતર્ગત આ પાઈલાઈનમાં ધોબીયારા તળાવમાં પાણીની લાઈન નાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા અમરેલીના સાંસદને રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...