• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • અમરેલીમાં શુક્રવારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે

અમરેલીમાં શુક્રવારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે

અમરેલી |રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ હોય અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં 1 થી 19...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:00 AM
અમરેલીમાં શુક્રવારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે
અમરેલી |રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ હોય અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં 1 થી 19 વર્ષના બાળકને કૃમિનાશક ગોળી ગળાવવામાં આવશે. આયર્ન બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ અગત્યનું પોષક તત્વ છે. વધુમાં બાળકને જો કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આયર્નની ઉણપ થાય છે. જો જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દર વર્ષે વર્ષમાં બે વાર કૃમિનાશક દવા અપાઇ છે. આ માટે દર વર્ષે નેશનલ ડી વોર્મિંગ ડે દ્વારા 1થી 19 વર્ષના તમામ બાળકોમાં સામુહિક કૃમિનાશક ગોળી આપવામાં આવે છે.અમરેલી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજો વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો ઉપર કૃમિનાશક ગોળી બાળકોને, શિક્ષણ, આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ દ્વારા ગોળી ગળાવવામાં આવશે. જેથી જિલ્લાના તમામ લોકોએ પોતાના બાળકોને કૃમિનાશક ગોળી ગળાવીને બાળકોને એનિમિયા તથા કૃમિ રોગોની સામે રક્ષણ અપાય છે.

X
અમરેલીમાં શુક્રવારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App