તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli દલિત યુવાનની હત્યા કરનારને વહેલી તકે ઝડપી લેવા રજુઆત

દલિત યુવાનની હત્યા કરનારને વહેલી તકે ઝડપી લેવા રજુઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીના ચક્કરગઢ રોડ પર 72 કલાક પહેલાં દલિત યુવાનની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી. હત્યાના 72 કલાક વીતવા છતાં પણ આરોપી પોલીસ પકડથી દુર છે. ત્યારે આજે જિલ્લા પંચાયતના પ્રમુખે પોલીસ વડાને પત્ર લખી તાત્કાલિક ધોરણે દલિત યુવાનની હત્યા કરનાર શખ્સોને ઝડપી લેવા રજુઆત કરી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા ચક્કરગઢ રોડ પર દાનેવ પાનના ગલ્લા પાસે રાત્રે ત્રણ શખ્સોએ દલિત મહેશભાઈ રતીભાઈ ઝાલાની સરા જાહેરમાં છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. ત્યારે અમરેલી જીલ્લાના પોલીસવડાએ મરનાર યુવાનના પિતાને ફોન કરી 24 કલાકમાં આરોપીને ઝડપી પાડવા જણાવ્યું હતું. પણ હત્યાના 72 કલાક વીતવા છતાં પણ દલિત યુવાનના હત્યારા પોલીસ પકડથી દૂર છે.

ત્યારે આજે જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા, ચેરમેન ચંપાબેન દામોદર, ન્યાય સમિતિના શરદભાઈ મકવાણાએ પોલીસ વડાને પત્ર લખી આરોપીને ઝડપથી ઝડપી લેવા રજુઆત કરી હતી. વધુમાં રજુઆતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. જિલ્લામાં દલિત સમાજ ભયમાં છે. હત્યારાઓ 72 કલાક વીતવા છતાં નહી પકડાતા જિલ્લામાં દલિત સમાજ નારાજ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...