• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી

અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી

અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલે વિદ્યાજગત સાથે જોડાયેલા લોકોમાં અનોખી અસર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી

અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલે વિદ્યાજગત સાથે જોડાયેલા લોકોમાં અનોખી અસર પાડી છે. ક્વેસ્ટનો પ્રોગ્રામનું ઈન્ટરનેશનલ લાયન્સમાં ખૂબ મહત્વ છે. જેમાં લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલનું નામ ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બહુમાન સાથે લેવામાં આવે છે. લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વ્રજ વિદ્યાલય કુંકાવાવ, ઓમકાર સ્કૂલ, અમરેલી, પટેલ સંકુલ, દેવકા વિદ્યાપીઠ, દેવકા-રાજુલા બાદ પાંચમા વર્કશોપનું આયોજન બાઢડા કેળવણી મંડળ ખાતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ સાથે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલે વર્લ્ડ રેકોર્ડ અકબંધ કરી લીધો છે.

આ કાર્યક્રમનું આયોજન બાઢડા સ્થિત શૈક્ષણિક સંકુલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદઘાટન માજી ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, કેમ્પસ ડાયરેકટર વિઠ્ઠલભાઈ વાછાણી, એન એન વિરાણી શાળાના આચાર્ય રમેશભાઈ માંગરોળિયાએ કર્યું હતું. આ કાર્યક્રમને લઈને લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના પ્રમુખ વસંત મોવલિયાએ કહ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ કાર્યક્રમને અદભૂત પ્રતિસાદ મળ્યો છે. શિક્ષકો રાષ્ટ્રના ઘડતર માટે ખૂબ મહત્વની ભુમિકા ભજવે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે આત્મિયતા વધે અને પાયાની કેળવણી કઈ રીતે આપવી તેની તાલીમ આ સેમિનારમાં આપવામાં આવે છે.

આ તાલીમ સેમિનારમાં વિવિધ શાળાના 40થી વધુ શિક્ષકોએ ભાગ લીધો છે. ક્વેસ્ટ સેમિનારના ટ્રેનર તરીકે પ્રિતીબેન ઝવેરી હતાં. તસ્વીર- ભાસ્કર

X
Amreli - અમરેલી જિલ્લામાં ક્વેસ્ટ પોગ્રામ દ્વારા લાયન્સ કલબ ઓફ અમરેલી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App