• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલી શહેરમા ઠેરઠેર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે.

અમરેલી શહેરમા ઠેરઠેર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે.

Amreli - અમરેલી શહેરમા ઠેરઠેર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે.

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:00 AM IST

અમરેલી શહેરમા ઠેરઠેર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. મુખ્ય માર્ગો પણ ખોદી નાખવામા આવ્યા છે. ચોમાસા દરમિયાન તો લોકોને ભારે અગવડતા વેઠવી પડી છે. જો કે હવે વરસાદે વિરામ લીધો છે. ત્યારે જે માર્ગો પર ખોદકામ થયુ છે તેની માટી ઉસેટી લઇ માર્ગ સમથળ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

શહેરમા તંત્ર દ્વારા ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. મુખ્ય રસ્તાઓ તેમજ સોસાયટીના રસ્તાઓમા પણ ખોદકામ કરાયુ છે. ખોદકામ બાદ માટીના ઢગલા કરાયા હતા. ચોમાસામા વરસાદ પડતા માટી જામ થઇ ગઇ છે જેના કારણે તમામ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. આવા બિસ્માર રસ્તાના કારણે દરરોજ નાના વાહન ચાલકોને અકસ્માતની ભિતી સતાવી રહી છે. હાલ વરસાદે વિરામ લીધો છે. ત્યારે આવા માર્ગો પર કરેલા માટીને ઉસેડી લેવામા આવે અને રસ્તાઓ સમથળ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. હાલ તો મુખ્ય માર્ગો સહિત સોસાયટી વિસ્તારો તરફ જતા તમામ માર્ગો ઉબડખાબડ જોવા મળી રહ્યાં છે. જેના કારણે રહિશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

X
Amreli - અમરેલી શહેરમા ઠેરઠેર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી