તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલી|અમરેલીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ, દીપક હાઈસ્કૂલ અને સંસ્કૃત ભારતી

અમરેલી|અમરેલીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ, દીપક હાઈસ્કૂલ અને સંસ્કૃત ભારતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી|અમરેલીમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ, દીપક હાઈસ્કૂલ અને સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત શીખવા માટેની સંસ્કૃત સંભાષણની દસ દીનાત્મક શિબિર યોજાશે જેમાં 10 દિવસમાં સંસ્કૃત બોલતા શીખવવામાં આવશે. આ શિબિરનું આયોજન આગામી તારીખ 8 ના સોમવારે સવારે ૯-૩૦ કલાકે દીપક હાઈસ્કૂલ ખાતે શરૂ કરાશે અને ૧૦ દિવસ સુધી ચાલશે. આ શિબિરમાં નોટબુક વગર વાસ્તવિક વપરાશની વસ્તુઓ દ્વારા વ્યાકરણના ભર વગર સંસ્કૃત શીખવવામાં આવશે. આ શિબિરમાં જ સંસ્કૃત જિલ્લા સંમેલન પત્રાચાર દ્વારા સંસ્કૃત શિક્ષણ, સંસ્કૃત વિકિપીડિયા, સંસ્કૃતભારતી પ્રાન્ત અધિવેશન, સંસ્કૃત ગૌરવ પરીક્ષા વિગેરેની માહિતી આપવામાં આવશે. આ શિબિરમાં જોડાવા માટે અમરેલીના જિલ્લા સંયોજક અમિતભાઈ ઉપાધ્યાયનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...