• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli બેંક કર્મીઓએ તસ્કરીના દિવસે સિસ્ટમને નાઇટ મોડ પર ન રાખતાં સાયરન ન વાગી

બેંક કર્મીઓએ તસ્કરીના દિવસે સિસ્ટમને નાઇટ મોડ પર ન રાખતાં સાયરન ન વાગી

Amreli - બેંક કર્મીઓએ તસ્કરીના દિવસે સિસ્ટમને નાઇટ મોડ પર ન રાખતાં સાયરન ન વાગી

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:00 AM IST
એસબીઆઇની 1.35 કરોડની ચોરીમા પોલીસ હજુ પણ ઠેરની ઠેર છે. પોલીસની તપાસ દરમિયાન એવી પણ વિગતો બહાર આવી છે કે ચોરીની ઘટનાના દિવસે સાયરન સિસ્ટમને નાઇટ મોડ પર જ રખાઇ ન હતી જેના કારણે સાયરન વાગી ન હતી. બેંકમા ચોરી કરવા ઘુસેલો તસ્કર અહીની તમામ પ્રકારની સ્થિતિથી જાણકાર હતો. બેંકમા પહેલી તારીખની રાત્રે ચોરી થઇ હતી અને તેના બે દિવસ અગાઉ 29મી તારીખની રાત્રે સ્ટ્રોંગરૂમમા નવી સાયરન સિસ્ટમ લગાવાઇ હતી. જે રાત્રીના સમયે કાર્યરત કરી દેવાની હોય છે. પરંતુ અહી આ સિસ્ટમને નાઇટ મોડ પર રખાઇ જ ન હતી. બેંકના કર્મચારીઓ આ નવી સિસ્ટમને પુરી રીતે સમજી શકયા જ ન હતા. જો આ સિસ્ટમ નાઇટ મોડ પર હોય તો તેના દરવાજા કે દિવાલને અડવા સાથે જ સાયરન ગુંજી ઉઠે એટલુ જ નહી સ્ટ્રોંગરૂમમા કોઇપણ પ્રકારની હલચલ થાય તો પણ સાયરન વાગે. નાની ટોર્ચનો પ્રકાશ ચાલુ થાય કે ઉંદર નીકળે તો પણ આ સાયરન ગુંજે તેવી મજબુત સિસ્ટમ હોવા છતા અહી તે નકામી જણાઇ હતી. જો કે સૌથી મોટો સવાલ એ છે કે તસ્કર આ બધી જ વાત જાણતો હતો તે જ દર્શાવે છે કે કોઇ અંદરનુ ફુટેલુ છે. જો કે પોલીસને હજુ સુધી તસ્કરની ભાળ મળી નથી. પરંતુ તપાસનો દાયરો સિમીત હોય ઝડપથી ભેદ ઉકેલાવાની આશા છે.

X
Amreli - બેંક કર્મીઓએ તસ્કરીના દિવસે સિસ્ટમને નાઇટ મોડ પર ન રાખતાં સાયરન ન વાગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી