• Home
 • Saurashtra
 • Latest News
 • Amreli
 • Amreli - આર્જેન્ટીના અમેરિકા સાથે સહકારી ક્ષેત્રમાં જોડાણ માટે સાનુકૂળ તકો ઉભી કરવા સમિટ

આર્જેન્ટીના અમેરિકા સાથે સહકારી ક્ષેત્રમાં જોડાણ માટે સાનુકૂળ તકો ઉભી કરવા સમિટ

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
Amreli - આર્જેન્ટીના અમેરિકા સાથે સહકારી ક્ષેત્રમાં જોડાણ માટે સાનુકૂળ તકો ઉભી કરવા સમિટ
દેશમા સહકારી ક્ષેત્રનો વિકાસ ઝડપથી ચાલી રહ્યો છે તેવા સમયે નાફસ્કોબના ચેરમેન અને એમડીએ આર્જેન્ટીના ખાતે યોજાયેલી આઇસીએની સમિટમા ભાગ લઇ આર્જેન્ટીના, અમેરિકા જેવા દેશો સાથે સહકારી ક્ષેત્રમા જોડાણ અંગે વિસ્તારથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

દેશના સહકારી વિકાસને મજબુત વેગ આપવા અન્ય દેશોની સહકારી પ્રવૃતિઓ અને લાભા લાભને વિસ્તારવા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રયાસો કરવામા આવી રહ્યાં છે.

દેશ વિદેશની સહકારી મંડળીઓ સુસંગઠીત બને અને તેના પરિણામો સહકારી ક્ષેત્ર મેળવે તેવા પ્રયાસોના ભાગરૂપે આર્જેન્ટીનાની રાજધારી બ્યુનસ આર્યસ ખાતે આઇસીએની જનરલ મિટીંગનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા ભારત તરફથી નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, ગુજરાત મહિલા કો-ઓપરેટીવ સોસાયટીના ચેરપર્સન ગીતાબેન સંઘાણી, એમડી ભાભા સુબ્રમણ્યમ વિગેરેએ આ મિટીંગમા ભાગ લીધો હતો.

આ મિટીંગમા અમેરિકા અને અન્ય દેશોની સહકારી મંડળીઓના આગેવાનો અને તજજ્ઞોએ ભાગ લઇ ચર્ચા વિચારણા કરી હતી અને સહકારી ક્ષેત્રમા જોડાણ અને વિકાસ માટે અનુકુળ તકો સર્જવા ચર્ચા વિચારણા કરાઇ હતી. આ મિટીંગમા ખેતી, ઉદ્યોગો, ગૃહ, સામાજીક મંડળી, શ્રમિક વર્ગ કલ્યાણ વિગેરે બાબત સમાવી લેવામા આવી હતી.

X
Amreli - આર્જેન્ટીના અમેરિકા સાથે સહકારી ક્ષેત્રમાં જોડાણ માટે સાનુકૂળ તકો ઉભી કરવા સમિટ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી