• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી | અમરેલી જિલ્લાના નવનિયુક્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી

અમરેલી | અમરેલી જિલ્લાના નવનિયુક્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી

અમરેલી | અમરેલી જિલ્લાના નવનિયુક્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તુષારભાઈ જોષી, રોહિતભાઈ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - અમરેલી | અમરેલી જિલ્લાના નવનિયુક્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી
અમરેલી | અમરેલી જિલ્લાના નવનિયુક્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તુષારભાઈ જોષી, રોહિતભાઈ મહેતા અને રજનીકાંત રાવલ સહિતના આગેવાનો ગણેશ ઉત્સવમાં પધારી ગણપતિ દાદાના દર્શન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે બાબરા સમસ્ત બ્રહ્મસમાજના યુવા અગ્રણીઓ દ્વારા તમામ આગેવાનોનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું. બાબરા તાલુકાના ધરાઇ ગામના બાલમુકુંદજીના મુખ્યયાજી મિતુલભાઈ જૉશી અને જનકભાઈ જોષી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં અને તમામ આગેવાનું સન્માન કર્યું હતું. આ તકે અમરેલી જીલ્લાના સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી દ્વારા બાબરા સમસ્ત બ્રહ્મસમાજની કામગીરી અને કાર્યક્રમને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ તકે બ્રહ્મસમાજના અગ્રણી નરૂભાઈ ત્રિવેદી, મનોજભાઈ કનૈયા, હિરેનભાઈ દવે, કનુભાઈ જોશી, વસંતભાઈ તેરૈયા, નરેશભાઈ ઉપાધ્યાય, વિપુલભાઈ ત્રિવેદી, પી.પી.જૉશી, નરેન્દ્રભાઈ રાવળ, પંકજભાઈ ઇન્દ્રોડિયા, કુલદીપભાઈ ભટ્ટ, જગદીશભાઈ મહેતા, મૌલિકભાઈ, રમેશભાઈ, બોનીભાઈ સહિતના સ્થાનિક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર- રાજુ બસીયા

X
Amreli - અમરેલી | અમરેલી જિલ્લાના નવનિયુક્ત બ્રહ્મસમાજના પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App