• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા 16મીએ થનાર મુંડન કાર્યક્રમ મોકૂક

અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા 16મીએ થનાર મુંડન કાર્યક્રમ મોકૂક

અમરેલી | ગુજરાતના ચાર ઝોનમાં શિક્ષણ સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવા માટે 16મીએ મુંડન...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:00 AM
Amreli - અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા 16મીએ થનાર મુંડન કાર્યક્રમ મોકૂક
અમરેલી | ગુજરાતના ચાર ઝોનમાં શિક્ષણ સંઘ દ્વારા પડતર માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવા માટે 16મીએ મુંડન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ત્યારે જેની રજુઆત શિક્ષણ મંત્રીને થતા તેમણે શિક્ષકોની માગણી સંતોષવાની ખાતરી આપતા આ મુંડન કાર્યક્રમ સંઘ દ્વારા રદ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારી શિક્ષક અને ગ્રાન્ટેડ શિક્ષકના પગારનો ડિફરેન્સ અને સાતમા પગાર પંચનું એરિયસ તેમજ વાહનભથાની માંગ સાથે ગુજરાતમાં રાજકોટ,સુરત,મહેસાણા,અમદાવાદ એમ ચાર ઝોનમાં શિક્ષકો દ્વારા મુંડન કરી સરકાર સામે વિરોધ નોંધાવવાનો હતો. જે આધારે અમરેલીમાં પણ આ વિરોધમાં શિક્ષકો મુંડન કરાવાની તૈયારીમાં હતા. ત્યારે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોની માંગણી સંતોષવાની ખાતરી આપતા 16મીએ શિક્ષણ સંઘ દ્વારા યોજાનાર મુંડન કાર્યક્રમ મોકૂક રખાયો હતો.

X
Amreli - અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા 16મીએ થનાર મુંડન કાર્યક્રમ મોકૂક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App