• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સાવરકુંડલા સિવીલ હોસ્પિટલમાં બ્લડ બેંક શરૂ કરવા મંજૂરી મળશે

સાવરકુંડલા સિવીલ હોસ્પિટલમાં બ્લડ બેંક શરૂ કરવા મંજૂરી મળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા ખાતે આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થાય તેમજ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આરોગ્યની સારી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્યના આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણી સમક્ષ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા તેમજ મહામંત્રી કમલેશ કાનાણી દ્વારા રજુઆત કરવામાં આવતા આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણીએ આરોગ્ય વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં અમરેલી ખાતે આવેલી બ્લડ બેંકમાંથી ઇમરજન્સી સમયે બ્લડ મેળવવું મુશ્કેલ પડી રહ્યું છે. તેથી અન્ય સિવિલ હોસ્પિટલમાંથી બ્લડ મળી રહે તેથી સુવિધા ઉભી કરવા રાજ્યના આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણી સમક્ષ રજૂઆત કરવામાં આવતા આરોગ્યમંત્રી કુમારભાઈ કાનાણીએ આરોગ્ય વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.તેથી સાવરકુંડલા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ સાથે નવી બનાવાય છે.આ હોસ્પિટલ સાવરકુંડલા, ચલાલા, રાજુલા, જાફરાબાદ, ખાંભાના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. તેમજ આ હોસ્પિટલને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો મળતા લોકોને આરોગ્યલક્ષી નિષ્ણાંત તબીબોની નિમણુંક થશે. આમ સાવરકુંડલા ખાતે સરકારી બ્લડ બેંક અને તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા અને મહામંત્રી કમલેશ કાનાણીની રજુઆતને ટુક સમયમાં સફળતા મળશે.

અન્ય સમાચારો પણ છે...