• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલી એસટી ડીવીઝનનાં 7 ડેપોમાં 104 સીસીટીવી કેમેરાની બાજ નજર

અમરેલી એસટી ડીવીઝનનાં 7 ડેપોમાં 104 સીસીટીવી કેમેરાની બાજ નજર

Amreli - અમરેલી એસટી ડીવીઝનનાં 7 ડેપોમાં 104 સીસીટીવી કેમેરાની બાજ નજર

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
અમરેલી એસટી ડીવીઝનના સાત ડેપો સહિત વિભાગીય કચેરીની કામગીરી પર 104 સીસીટીવી કેમેરા બાજ નજર રાખી રહ્યા છે. ડેપોમાં ચાલતી કામગીરીનું મોનીટરીગ કંટ્રોલ રૂમમા થાય છે. કયા ડેપોમાં કયા સમયે કઈ બસ આવી અને કઈ બસ રૂટમાં રવાના થઈ તેમની જાણકારી પણ આ કેમેરામાં નજરમા કેદ થઇ રહી છે. ડેપોમા કોઇ અનિચ્છનીય બનાવ બને તો તુરત ત્રીજી આંખ ભેદ ઉકેલી નાખશે. અમરેલી ડીવીઝનના અમરેલી, સાવરકુંડલા, ઉના, ધારી, રાજુલા, કોડીનાર, બગસરા, વિભાગીય કચેરી, યંત્રાલય ઓફિસમાં 104 સીસીટીવી કેમેરા એસટી વિભાગની કામગીરી પર નજર રાખી રહ્યા છે. આ કેમેરાનું ડીવીઝનમાં કંટ્રોલ રૂમમાં મોનીટરીગ ચાલી રહ્યું છે. અહીંયા 8 કર્મચારીઓ સતત તમામ ડેપોની દેખરેખ રાખી રહ્યા છે. એસટી વિભાગની કામગીરીથી ડીવીઝનના ડેપોમાં આવારા અને લુખ્ખા તત્વો ડેપોમાં પોતાનો અડ્ડો નહી જમાવી શકે. કારણે ડેપોની તમામ ગતીવિધિ પર કંટ્રોલ રૂમમાં દેખાઇ રહી છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી ડેપોમાં ચક્કર લગાવી રહ્યો છે તો અહીંથી પોલીસને જાણ કરવામાં આવે છે. તેમજ કેમરા હોવાથી ડેપોમાં કર્મચારીઓ ક્યારે આવે અને ક્યારે જઈ રહ્યા છે. તે માહિતી પણ વિભાગીય અધિકારી ગમે ત્યારે ચેક કરી શકે છે. જેના કારણે કર્મચારીઓનું ટાઈમ પણ જળવાઈ રહે છે.

X
Amreli - અમરેલી એસટી ડીવીઝનનાં 7 ડેપોમાં 104 સીસીટીવી કેમેરાની બાજ નજર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી