તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli સાવરકુંડલા તાલુકાનાં માજી પ્રમુખ નગર સેવક સહિત 13 સામે કોમી ઉશ્કેરણીનો ગુનો નોંધાયો

સાવરકુંડલા તાલુકાનાં માજી પ્રમુખ-નગર સેવક સહિત 13 સામે કોમી ઉશ્કેરણીનો ગુનો નોંધાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલામા ભાજપના આગેવાન અને પાલિકાના પુર્વ પ્રમુખ અને નગર સેવક સહિત 13 શખ્સોના ટોળાએ નવરાત્રીના બહાને એક મંદિરમા ભેગા થવાનો સોશ્યલ મિડીયામા મેસેજ વાયરલ કરી બાદમા અહી ભેગા થઇ નજીકમા આવેલ અન્ય સમાજના રહેણાંક વિસ્તાર પર પત્થરમારો કરી કોમી તંગદિલી ફેલાવવાનો પ્રયાસ કરતા આ અંગે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસની તાકિદ છતા ટોળુ ન વિખાતા પોલીસને લાઠીઓ વિંઝવાની ફરજ પડી હતી.

સાવરકુંડલામા કોમી તંગદિલીની આ ઘટના ગઇકાલે મધરાતે સાડા દસેક વાગ્યાના સુમારે બની હતી. અહીના ભાજપના આગેવાન અને નગરપાલિકાના પુર્વ પ્રમુખ ડી.કે.પટેલ ઉપરાંત નગર સેવક જયસુખ નાકરાણી, હિન્દુ સેના પ્રમુખ અજય ખુમાણ, આઝાદ ચોકમા રહેતા પ્રણવ કાળુ વસાણી, સદ્દભાવના ગૃપવાળા રાજુ નાગ્રેચા, દેવળાના ઝાપે રહેતો નિકુંજ સોંડાગર, ઉપરાંત રવિ રમેશ ડોડીયા, અજય ભુપત અભાણી, ભાવેશ અશોક ગેડીયા, ભાવેશ મયુર મકવાણા, હિરેન વિલાસગીરી ગૌસ્વામી, નિલેશ જીતુગીરી ગૌસ્વામી અને લાલા રમેશ દેગામા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અહી લીમડા ચોકમા રહેતા ગુલમહમદ ઉમરભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે આ શખ્સોએ નવરાત્રીની ઉજવણીના બહાને અહીના જશોનાથ મંદિરે ભેગા થવા સોશ્યલ મિડીયામા મેસેજ વાયરલ કર્યો હતો. અને બાદમા ટોળુ ભેગુ થયા પછી કોમી ઉશ્કેરણી કરી તેમના મકાનો પર પત્થરમારો કરી તેમની પત્નીને ઇજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પોલીસ આવી પહોંચતા ટોળાને વિખેરાઇ જવા તાકિદ કરી હતી. આમ છતા ટોળુ ન વિખેરાતા પોલીસને લાઠીઓ વિંઝવાની ફરજ પડી હતી.

 ફોલોઅપ
અન્ય સમાચારો પણ છે...