• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - લીલીયાની તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 5મીએ યોજાશે

લીલીયાની તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 5મીએ યોજાશે

ભાજપ અને કોંગ્રેસે જીત માટે તૈયારીઓ શરૂ કરી તા. 18 સપ્ટેમ્બરનાં ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે અને તા.22...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - લીલીયાની તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 5મીએ યોજાશે
લીલીયા તાલુકાની સહકારી ખરીદ વેચાણ સંઘની ચુંટણી 5મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારએ જીત માટે તૈયારી દર્શાવી છે.

લીલીયા તાલુકા સહકારી સંઘની ચૂંટણી માટે લીલીયા મામલતદારે જાહેર નામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ઉમેદવારી પત્રો 18 સપ્ટેમ્બર બપોરના 3 વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે ભરી શકાશે. 18ના રોજ ઉમેદવારીપત્રો પ્રસિધ્ધ કરવામાં આવશે. 19મીએ સવારે 11 વાગ્યે ઉમેદવારી પત્ર ચકાસવામાં આવશે. 20મીએ ઉમેદવારીપત્રો જાહેર કરવામાં આવશે. 22મીએ 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 24મીએ હરીફ ઉમેદવારની યાદી આપવામાં આવશે. 5મીએ ચૂંટણી યોજાશે. 7મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. હાલ તો લીલીયા તાલુકા સહકારી ખરીદ સંઘની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે જીત માટે તૈયારી દર્શાવી છે.

X
Amreli - લીલીયાની તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 5મીએ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App