• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની

અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની

અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે. ત્યારે મુરજાતી મોલાતની દર આઠ...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:00 AM
Amreli - અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની

અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે. ત્યારે મુરજાતી મોલાતની દર આઠ દિવસે પાણીની જરૂર પડે છે. પણ વરસાદ ખેંચાતા હાલ તો પાણીની સખત જરૂર છે. ત્યારે મેઘરાજાએ લાંબા સમયથી વીરામ લીધો હોવાથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. જો આગામી સમયમાં વરસાદ નહી આવે તો પાક નિષ્ફળ જશે તેવું ધરતીપુત્રોના મોંએ ચર્ચાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઈનીંગના બે માસ જેવો સમય વિતવા આવ્યો છે. ત્યારબાદ મેઘરાજા મન મુકીને વરસ્યા નથી. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામા પણ વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ અને રાજુલા તાલુકાને બાદ કરતા જિલ્લાના 10 તાલુકામાં અત્યાર સુધી જોઇએ તેવો વરસાદ પડયો નથી. અમરેલી, સાવરકુંડલા, લાઠી,ધારી, બગસરા, કુંકાવાવ, લીલીયા,બાબરા, ચલાલા, ખાંભા, વડીયામાં મેઘરાજાની પધરામણી ઓછી થઇ છે. જેના કારણે આ તમામ તાલુકામાં ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, તલ, મગનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. પણ અત્યાર સુધી તો ધરતીપુત્રોએ કુવામાં રહેલા પાણીથી પાકને બચાવ્યો છે. પણ છેલ્લા પંદર દિવસથી આ પાણી પણ જતું રહ્યું છે. જેના કારણે આ તમામ વિસ્તારમાં હાલ તો પાક મુરજાઇ ગયો છે. જો પાંચ દિવસમાં વરસાદ ન આવે તો આ પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે. વરસાદના અભાવે હાલ તો ધરતીપુત્રો ચિંતાતુર થયા છે. અને મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે.

X
Amreli - અમરેલી જિલ્લામા વરસાદ ખેંચાતા ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ જવાની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App