તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલીમાં ઈ ધરા શાખામાં ફાઇલોનું ભારણ છેક અરજદારોનાં બેસવાનાં બાંકડા સુધી!!

અમરેલીમાં ઈ-ધરા શાખામાં ફાઇલોનું ભારણ છેક અરજદારોનાં બેસવાનાં બાંકડા સુધી!!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં આવેલ જિલ્લા સેવા સદમાં જ અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહી ઇ-ધરા કેન્દ્રમા આવતા અરજદારોને બેસવા માટેની સુવિધા મળતી નથી. અહી ખુરશીઓ તો મુકવામા આવી છે. પરંતુ આ ખુરશીઓ ઉપર સરકારી રેકર્ડની ફાઇલોના પોટલા ખડકી દીધા છે. ત્યારે અહી આવતા અરજદારોને કલાકો સુધી ઉભા રહેવુ પડે છે. અમરેલી જિલ્લા સેવા સદનમાં સમગ્ર જિલ્લામાંથી અરજદારો આવે છે. ત્યારે આ સદન દ્વાર સમગ્ર અમરેલી જિલ્લાનું સંચાલન કરે છે. પણ ખાટલે મોટી ખોટ હોય તેમ જિલ્લા સેવા સદનમાં જ અરજદારોને બેસવા માટે કોઈ જગ્યા રાખી નથી.ત્યારે સદનમાં કાર્યરત ઈ-ધરા શાખામાં અરજદારોને બેસવાની જગ્યા પર અધિકારીઓની ફાઈલના પોટલાનો ખડકલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ પોટલાઓ વિશે ફરજ પરના ઈ-ધરા મામલતદારને પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે અરજદારો માટે બહાર જગ્યા રાખવામાં આવી છે. અને અહી ત્રણ સીટ માત્ર અરજદારો માટે રાખવામાં આવી છે. મામલતદારનો આવો જવાબ રહેતા એક સવાલ એપણ થાય છે કે શું આ બેસવાની સીટો અધિકારીઓની ફાઈલોના પોટલા રાખવા માટે રાખી હશે ? તસ્વીર- જયેશ લીંબાણી

સાજણટીંબાનાં યુવકને ત્રણ શખ્સોએ ધમકી આપતા રાવ
ગ્રાંટની માહિતી માંગતા મનદુ:ખ રાખ્યું
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી

લીલીયા તાલુકાના સાજણટીંબા ગામે રહેતા એક યુવકે લીલીયા તાલુકા વિકાસ અધિકારીની કચેરીમા વર્ષ 2012 થી 2018 સુધી આવેલ ગ્રાંટની માહિતી માંગતા તેનુ મનદુખ રાખી ત્રણ શખ્સોએ યુવકને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા લીલીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને ધમકીની આ ઘટના લીલીયાના સાજણટીંબા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા જીજ્ઞેશભાઇ ઉર્ફે જગો અશોકભાઇ તોગડીયા (ઉ.વ.38) નામના યુવકે ટીડીઓ કચેરી લીલીયામા વર્ષ 2012 થી વર્ષ 2018 સુધી આવેલ ગ્રાંટની માહિતી માંગેલ હતી. જેનુ મનદુખ રાખી જસાભાઇ વરદાનભાઇ ખુંગલા, વિપુલ ઉર્ફે દડુ ડાયાભાઇ ખુંગલા, દિલીપ ઉર્ફે ઘુઘો વિભાભાઇ નામના શખ્સોએ તેને ગાળો આપી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઝેરી જીવડુ કરડી જતાં લુવારાનાં કિશોરનું મોત
સાવરકુંડલા તાબાના લુવારા ગામે રહેતા વિક્રમ જયંતીભાઇ નાયક (ઉ.વ.15)નામનો કિશોર વાડીએ પાણી વાળતો હોય તે દરમિયાન કંઇક ઝેરી જીવડુ કરડી જતા તેનુ મોત નિપજયું હતુ. આ અં ગે શંકરભાઇ કહેરાભાઇ નાયકે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે એએસઆઇ ડી.ડી.ગોંડલીયા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...