• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli આજે બંધનું એલાન : વડીયામાં બંધમાં નહી જોડાવા ચેમ્બર ઓફ કોમર્સનું એલાન

આજે બંધનું એલાન : વડીયામાં બંધમાં નહી જોડાવા ચેમ્બર ઓફ કોમર્સનું એલાન

Amreli - આજે બંધનું એલાન : વડીયામાં બંધમાં નહી જોડાવા ચેમ્બર ઓફ કોમર્સનું એલાન

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:00 AM IST
પેટ્રોલ ડિઝલ અને રાંધણગેસના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસ દ્વારા સોમવારે અપાયેલા ભારત બંધના એલાનને પગલે અમરેલી જિલ્લાનુ વહિવટી તંત્ર એલર્ટ છે. જો કે વડીયામા ચેમ્બર ઓફ કોમર્સે બોર્ડ મારી હડતાલને પોતાનુ સમર્થન નહી હોવાનુ જાહેર કર્યુ હતુ. જિલ્લાભરમા શાળા કોલેજો પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. કોંગ્રેસ દ્વારા આવતીકાલે દેશવ્યાપી બંધનુ એલાન કરાયુ છે. જો કે અમરેલી જિલ્લામા તેની અસર નહિવત પ્રમાણમા રહે તેવી શકયતા જોવાઇ રહી છે. એક તરફ બંધના એલાનને લઇને કોંગ્રેસના આગેવાનો કોઇ વિશેષ સક્રિય જોવા મળ્યાં નથી. તો બીજી તરફ જિલ્લાભરમા શાળા કોલેજો પણ રાબેતા મુજબ શરૂ રહેશે. અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવે જણાવ્યું હતુ કે પ્રાથમિક શાળાઓમા શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ રહેશે. બીજી તરફ વડીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે જાહેર ચોકમા બોર્ડ મુકી બંધને પોતાનુ સમર્થન નહી હોવાનુ જણાવાયું હતુ. જેને પગલે આવતીકાલે વડીયાની તમામ બજારો રાબેતા મુજબ ખુલી રહેશે. પોલીસ દ્વારા બંધને લઇને ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી લેવાઇ છે.

X
Amreli - આજે બંધનું એલાન : વડીયામાં બંધમાં નહી જોડાવા ચેમ્બર ઓફ કોમર્સનું એલાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી