• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli લાઠીનાં નાના રાજકોટ ગામમાંથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ ઝડપાઇ

લાઠીનાં નાના રાજકોટ ગામમાંથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ ઝડપાઇ

Amreli - લાઠીનાં નાના રાજકોટ ગામમાંથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ ઝડપાઇ

DivyaBhaskar News Network

Oct 21, 2018, 02:00 AM IST
અમરેલી જિલ્લામા દારૂનુ દુષણ ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. ત્યારે લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે પોલીસે દારૂ અંગે દરોડો પાડયો હતો. પોલીસને અહીથી એક ઓરડીમાથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ મળી આવી હતી. પોલીસે બે શખ્સોને ઝડપી લઇ કુલ રૂપિયા 28 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

ઇંગ્લીશ દારૂની 96 બોટલ ઝડપાયાની આ ઘટના લાઠીના નાના રાજકોટ ગામે બની હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અહીના અશોક ઉર્ફે અનીષ કરશનભાઇ કનાળાએ પોતાની ઓરડીમા ઇંગ્લીશ દારૂની 96 બોટલ રાખી હોય પોલીસે અહીથી રૂપિયા 28800નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે અનીષ તેમજ કાળુભાઇ નામના શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે સાવરકુંડલામા વાલ્મિકીવાસમા રહેતા વિકી દીપક પરમારને ચાર બોટલ ઇંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો. જયારે ટીંબીના લધધીરસિંહ બહાદુરસિંહને એક બોટલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોલીસે ખાંભા, પીપાવાવ ધામ અને મોટા દેવળીયામાથી દેશીદારૂ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

X
Amreli - લાઠીનાં નાના રાજકોટ ગામમાંથી ઇંગ્લીશ દારૂની 96 બોટલ ઝડપાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી