તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli લાઠી તાલુકાના ધામેલ ગામની એક સગીરાને ગારીયાધારના યુવાને ભગાડી

લાઠી તાલુકાના ધામેલ ગામની એક સગીરાને ગારીયાધારના યુવાને ભગાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઠી તાલુકાના ધામેલ ગામની એક સગીરાને ગારીયાધારના યુવાને ભગાડી જઇ દુષ્કર્મ આચરતા આ યુવાન તથા તેને મદદ કરનાર અન્ય ચાર શખ્સો સામે દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

સગીરા પર દુષ્કર્મની આ ઘટના લાઠી તાલુકાના ધામેલ ગામે બની હતી. અહીની એક મહિલાએ આબારાામા દામનગર પોલીસ મથકમા ગારીયાધારના રાકેશ નિલેશભાઇ નામના યુવાન ઉપરાંત તેને મદદ કરનારા નિલેશ પોપટ, બોઘા ભાકુ અને નવાગામના મોહન કાના તથા વલ્લભ મોહન નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા તેણે જણાવ્યું છે કે ગત તારીખ 30/9/18ના રોજ બપોરના બે વાગ્યાના સુમારે રાકેશ તેની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. આ શખ્સે તેને જુદાજુદા સ્થળે લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. અન્ય ચાર શખ્સોએ આ સગીરાના અપહરણમા મદદગારી કરી હતી. એટલુ જ નહી આ સગીરાની માતાને ગાળો દઇ મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે આ મહિલાએ દામનગર પોલીસ મથકમા દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...