તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli અમરેલીમાં માર્ગ વચ્ચે 11 કેવીનો જીવંત વીજ વાયર તૂટી પડયો

અમરેલીમાં માર્ગ વચ્ચે 11 કેવીનો જીવંત વીજ વાયર તૂટી પડયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી શહેરમા હનુમાનપરા વિસ્તારમા આવેલ ધરતીપાર્ક સોસાયટી નજીક સાંજના સુમારે અહીથી પસાર થઇ રહેલી 11 કેવીનો જીવંત વિજ વાયર તુટીને નીચે પડયો હતો. આ વિસ્તારમા અનેક રહેણાંક મકાનો પણ આવેલા છે. જો કે અહી મોટી દુર્ઘટના સહેજમા અટકી હતી. ઘટનાની જાણ થતા વિજ કંપનીના કર્મચારીઓ તાબડતોબ અહી દોડી આવ્યા હતા અને સમારકામની કામગીરી હાથ ધરી હતી.

શહેરમા અનેક જગ્યાએ લટકતા વિજ વાયરો ઘણી વખત જોખમી સાબિત થાય છે. આ ઉપરાંત વૃક્ષો નજીકથી પસાર થતા વિજ વાયરોને કારણે પણ અનેક વખત શોકસર્કિટ પણ સર્જાતી હોય છે. જો કે હનુમાનપરા વિસ્તારમા આવેલ ધરતીપાર્ક સોસાયટી નજીક તો 11 કેવીનો જીવંત વિજ વાયર તુટીને નીચે પડયો હતો. થોડીવાર માટે જમીનમા પણ તીખારા થતા આસપાસના રહિશોમા પણ ગભરાટ ફેલાયો હતો.

આ વિસ્તારમા સાંજના સુમારે તો અનેક નાના ભુલકાઓ તેમજ રાહદારીઓ પણ પસાર થતા હોય છે. ત્યારે 11 કેવીનો વિજ વાયર તુટતા મોટી દુર્ઘટના સહેજમા ટળી હતી. બાદમા રહિશોએ વિજ કંપનીને જાણ કરતા કર્મચારીઓ તાબડતોબ અહી દોડી આવ્યા હતા અને સમારકામ હાથ ધરાયુ હતુ. જો કે વિજ કચેરીની આવી બેદરકારી સામે પણ લોકોમા કચવાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...