• Home
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli ચાર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકાર સમક્ષ માંગ કરાઇ

ચાર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકાર સમક્ષ માંગ કરાઇ

Amreli - ચાર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકાર સમક્ષ માંગ કરાઇ

DivyaBhaskar News Network

Sep 10, 2018, 02:00 AM IST
ખેડૂત મહાસંમેલન દામનગરના નારણગઢમા મુરલીધર કોટન ખાતે યોજવામા આવ્યુ હતુ. વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, જે.વી.કાકડીયા અને પ્રતાપભાઇ દુધાત, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર, જનકભાઇ તળાવીયા વિગેરે આગેવાનોની ઉપસ્થિતિમા અહી મોટી સંખ્યામા ખેડૂતો ઉમટયા હતા.

પરેશભાઇ ધાનાણી સહિતના આગેવાનોએ હાલની સરકારની ખેડૂતોને લઇને નિતીની આકરી ઝાટકણી કાઢી હતી. કૃષિ બજેટમા વધારો કરી સબસીડી ઉપરાંત પાક વિમો, કૃષિ ઉપજ પર જીએસટી, વિજળી, પાણી અને જંગલી પશુઓના ત્રાસ સહિતના પ્રશ્નો અંગે ચર્ચા કરવામા આવી હતી. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, સરળ કૃષિ ધિરાણ, કૃષિ ઓજારોને વેરા મુકિત, સેટેલાઇટથી જમીન માપણી રદ કરાઇ વિગેરે જેવી માંગો ઉઠાવાઇ હતી. કોંગ્રેસના વિવિધ સેલ અને તાલુકાના હોદેદારો પણ હાજર રહ્યાં હતા. જેની આગેવાનીમા આ સમગ્ર સંમેલનનુ આયોજન કરાયુ હતુ તે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઇ તળાવીયા દ્વારા અમરેલી જિલ્લા કોંગ્રેસ ભવનના નિર્માણ માટે રૂપિયા 5 લાખનો ચેક સહાયરૂપે અર્પણ કરાયો હતો.

માધવપુર ઘેડના દરિયા કિનારેથી જૂનાગઢના યુવાનની લાશ મળી

દરિયાના પાણીમાં અકસ્માતે ડૂબી ગયો હોવાનું પ્રાથમિક તારણ

ક્રાઈમ રીપોર્ટર | પોરબંદર

પોરબંદરના માધવપુરના કાચબા ઉછેર કેન્દ્રથી આગળ ચોપાટીના દરિયાકિનારે સવારે 7 વાગ્યાના અરસામાં એક યુવાનની લાશ મળી આવી હતી.

જ્યારે સ્થાનિકોએ પોરબંદર જિલ્લા કન્ટ્રોલ ઓફિસમાં જાણ કરતા તાત્કાલીક માધવપુરના પી.એસ.આઈ. તથા તેમનો સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ કરતા આ મૃતક જૂનાગઢના ટીમ્બાવાડી પાસે તક્ષશિલા સોસાયટીમાં રહેતો ઉદય પ્રકાશ જોષી હોવાનું જાણવા મળ્યું હતું.

આ યુવાનની ઉંમર 30 વર્ષની હોવાનું જાણવા મળેલ છે. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતા તેમના મોટા ભાઈ દર્શન તાત્કાલીક માધવપુર દોડી ગયા હતા અને યુવાનની લાશને પી.એમ. માટે માંગરોળ લઈ જવામાં આવી હતી.

યુવાનના મોટાભાઈએ એવું જણાવ્યું હતું કે તેનો ભાઈ ઘરેથી નીકળ્યો ત્યારબાદ ઘરે ન પહોંચતા પરિવારજનો તેને શોધવા લાગ્યા હતા અને તેના મિત્રને પૂછતા તેના મિત્રએ એવું જણાવ્યું હતું કે ઉદય માધવપુર જવાનું કહેતો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

X
Amreli - ચાર ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા સરકાર સમક્ષ માંગ કરાઇ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી