• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - અમરેલી જિલ્લામાં પાણી અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી

અમરેલી જિલ્લામાં પાણી અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી

જિલ્લા કલેકટરે બાકી રહેલા કામો વહેલા પૂર્ણ કરવા તાકીદકરી

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:00 AM
Amreli - અમરેલી જિલ્લામાં પાણી અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી
અમરેલી જિલ્લા કલેકટર દ્વારા આજે જિલ્લામાં પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક બોલાવી હતી. જેમાં કલેકટરે જિલ્લામાં જે પણ તાલુકામાં પાણી વિતરણ કરવાની કામગીરી બાકી હોય તેવા ગામોમાં વહેલી તકે કામગીરી કરવા અધિકારીઓને તાકીદ પણ કરી હતી. તેમજ પાણી વિતરણ અંગે 10 ગામો માટે 175.63 લાખ ફાળવ્યા હતા.

અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં આજે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિતી બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરે જણાવ્યું કે પીવાના પાણીની વ્યવસ્થા ગ્રામ્ય સ્તરે સુધ્ઢ રીતે થવી અનિવાર્ય છે.

સાથે સાથે ગ્રામ્યપંથકમાં સ્વચ્છતા જળવાય તે પણ જરૂરી છે. તેના માટે એક આયોજન પુર્વક કામ કરવામાં આવશે. તેમજ જળ વિભાગના અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચાડવા માટેના જે પણ કામ બાકી હોય તે વહેલી તકે પુર્ણ કરવા પણ તાકીદ કરી હતી.

તેમજ જિલ્લા વિકાસ અધિકારી નિરગુડેએ જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે પાણી સમિતિનું સમયસર મોનીટરીંગ કરીને આ પાણીની સુવીધા અવિરત રહે માટે સક્રિય રહેવા અધિકારીઓને જણાવ્યું હતું.

તેમજ આ બેઠકમાં 10 ગામોની રૂ.175.63 લાખની યોજનાઓ પણ મંજુર કરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Amreli - અમરેલી જિલ્લામાં પાણી અને સ્વચ્છતા સમિતીની બેઠક મળી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App