વરસાદને કારણે પાટા ધોવાઇ ગયા હતા

સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:00 AM
વરસાદને કારણે પાટા ધોવાઇ ગયા હતા
સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ગીરસોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટી સર્જાઇ હતી અને ખેતરો તેમજ ટ્રેનના પાટાનું ધોવાણ થયું હતું.

ભારે વરસાદને કારણે મીટરગેજ ટ્રેનના પાટાનું ધોવાણ થતા તા.16 જુલાઇથી જૂનાગઢ, અમરેલી, દેલવાડા, વેરાવળ સહિતની મીટરગેજ ટ્રેનો બંધ કરી દીધી હતી. મીટરગેજ ટ્રેનો બંધ કરી દેતા મુસાફરો રઝળી પડ્યા હતા અને બસ અને ખાનગી વાહનોમાં મોંઘા ભાવા ચૂકવી મુસાફરી કરવી પડતી હતી. મીટરગેજ ટ્રેન શરૂ કરવા માટે આંદોલન પણ શરૂ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદમાં ટ્રેનના પાટાનું ધોવાણ થતા રેલ્વે કર્મચારીઓ દ્વારા પાટાનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને હવે તા.11 ઓગસ્ટથી મીટરગેજ ટ્રેન દોડતી થશે.

જેમાં વેરાવળથી અમરેલી મીટરગેજ ટ્રેન શરૂ કરવામાં આવશે તેમજ તા.12થી અમરેલી-જૂનાગઢ, જૂનાગઢ-અમરેલી, અમરેલી-વેરાવળ ટ્રેન શરૂ થશે. મીટરગેજ ટ્રેન શરૂ થતા હવે મુસાફરોને રાહત થશે.

X
વરસાદને કારણે પાટા ધોવાઇ ગયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App