તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Amreli 19 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ગામના જ યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યુ

19 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ગામના જ યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામની 19 વર્ષની એક યુવતીને તે જ ગામના યુવાને લગ્નની લાલચ આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી અને બાદમા તેની ઇચ્છા વિરૂધ્ધ ગર્ભપાત પણ કરાવી નાખતા આખરે આ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

યુવતી પર દુષ્કર્મની આ ઘટના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે છએક માસ પહેલા બની હતી. અહીની એક 19 વર્ષીય યુવતીએ તે જ ગામના હાર્દિક ઉર્ફે લાલો નારદભાઇ મહેતા નામના યુવાન સામે આ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું છે કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને આ શખ્સે તેને લગ્નની લાલચ આપી વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. જેના કારણે તે ગર્ભવતી થઇ હતી. એટલુ જ નહી આ યુવતીના પેટમા બે માસનો ગર્ભ હતો. ત્યારે હાર્દિક મહેતાએ બળજબરીથી તેની ઇચ્છા વિરૂધ્ધ ગર્ભપાત પણ કરાવડાવ્યો હતો. આખરે યુવતીએ આ અંગે પરિવારને વાત કરતા ગઇકાલે આ યુવક સામે સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામા આવી હતી. પીએસઆઇ ડી.કે.સરવૈયા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે. સાવરકુંડલા તાલુકાનાં આંબરડી ગામમાં દુષ્કર્મની ઘટનાને લઇ લોકોમાંથી ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...