Home » Saurashtra » Latest News » Amreli » Amreli - બોગસ બિલીંગથી રીફંડ મેળવી સરસીયાનાં બે વેપારીઓએ 3.96 કરોડની વેટ ચોરી કરી

બોગસ બિલીંગથી રીફંડ મેળવી સરસીયાનાં બે વેપારીઓએ 3.96 કરોડની વેટ ચોરી કરી

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:00 AM

અગાઉ રાજુલા અને સાવરકુંડલાનાં વેપારી સામે થઇ હતી પોલીસ ફરિયાદ

  • Amreli - બોગસ બિલીંગથી રીફંડ મેળવી સરસીયાનાં બે વેપારીઓએ 3.96 કરોડની વેટ ચોરી કરી
    ધારી તાલુકાના સરસીયા ગામના બિલ્ડીંગ મટીરીયલના બે વેપારીઓએ બોગસ બિલીંગ દ્વારા સરકારમાથી ખોટી રીતે વેરાનુ રિફંડ મેળવી રૂા. 3.96 કરોડના વેટની ચોરી કરતા વેરા અધિકારી દ્વારા આ બંને વેપારીઓ સામે આખરે ફોજદારી ફરિયાદ નોંધાવવામા આવી છે.

    અમરેલી જિલ્લામા વેટ ચોરી અંગે છેલ્લા બે દિવસ દરમિયાન રાજુલા અને સાવરકુંડલાના વેપારીઓ સામે ફોજદારી ફરિયાદ નોંધાવાયા બાદ હવે વેરા અધિકારી દ્વારા ધારી તાલુકાના સરસીયા ગામના બે વેપારીઓ સામે પણ રૂપિયા 3.96 કરોડની વેરા ચોરી અંગે ફોજદારી ફરિયાદ નોંધાવવામા આવી છે. રાજય વેરા અધિકારી એમ.કે.મારૂ દ્વારા ધારી તાલુકાના સરસીયા ગામના કારખાનેદાર કાળુ જટાશંકરભાઇ મહેતા અને શૈલેષ ખીમજીભાઇ ધકાણ સામે આ ફરિયાદ નોંધાવવામા આવી છે.

    ફરિયાદમા જણાવાયું છે કે આ બંને વેપારીઓ દ્વારા સરસીયામા પરશુરામ એન્ટરપ્રાઇઝના નામે પેઢી શરૂ કરવામા આવી હતી. તારીખ 13/9/09ના રોજ આ પેઢી દ્વારા ટીન નંબર લેવામા આવ્યો હતો અને તેના દ્વારા બિલ્ડીંગ મટીરીયલ્સ અને સિમેન્ટ પ્રોડકટ અને સ્ટીલનો ધંધો કરવામા આવતો હતો. પરંતુ પેઢી દ્વારા વર્ષ 2011થી લઇ 2015 સુધી બોગસ બિલીંગ દર્શાવી સરકાર પાસેથી ખોટી રીતે રિફંડ મેળવવામા આવ્યું હતુ. જેને પગલે આ તમામ વર્ષોના વેટની આકારણી કરાતા રૂપિયા 3,96,94,555ની રકમ સરકારની લેણી થતી હોય નોટીસ અપાઇ હતી. સરકાર દ્વારા વ્યાજ પણ વસુલવાનુ થાય છે. પરંતુ બંને વેપારી દ્વારા આ રકમ ન ચુકવાતા આખરે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.

    બંને શખ્સો સરસીયામાથી લાપતા

    બંને શખ્સોએ સરસીયામાથી પોતાના ધંધો આટોપી લીધો છે અને હાલમા સરસીયા રહેતા નથી. બંને શખ્સોની સરસીયામા કોઇ મિલકત પણ નથી. બંનેએ બોગસ બિલીંગ દર્શાવી સરકારમાથી ખોટુ રિફંડ મેળવી આ ટેકસ ચોરી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ