• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli અમરેલીની ઠેબી નદીમાં રહેલી ગાંડીવેલ હટાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતાં ફરી વખત સામ્રાજ્ય છવાયું

અમરેલીની ઠેબી નદીમાં રહેલી ગાંડીવેલ હટાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતાં ફરી વખત સામ્રાજ્ય છવાયું

DivyaBhaskar News Network

Sep 08, 2018, 02:00 AM IST
Amreli - અમરેલીની ઠેબી નદીમાં રહેલી ગાંડીવેલ હટાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતાં ફરી વખત સામ્રાજ્ય છવાયું
અમરેલીની ઠેબી નદીમાં જાણે લીલોતરી છવાઇ ગઇ હોય તેમ ગાંડીવેલનુ સામ્રાજય ફરી એક વખત જોવા મળી રહ્યું છે. અગાઉ પાલિકા દ્વારા ગાંડીવેલને કાઢવા પ્રયાસો કરાયા હતા. જો કે ચોમાસામાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહી પાણી પ્રદુષિત થઇ રહ્યું છે.

અમરેલી શહેરની જીવાદોરી સમાન ઠેબી નદીમાં જાણે લીલોતરી છવાઇ હોય તેમ ઠેર ઠેર ગાંડીવેલ જોવા મળી રહી છે. જેના કારણે નદીમાં મચ્છર, કીડા, જીણી જીણી જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ કારણે નદીમાં રહેલું પાણી પ્રદુષિત થઈ રહ્યું છે. જેના કારણે શહેરમાં રોગચાળો વકરવાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે અગાઉ પણ પાલિકા તંત્રએ આ વેલનો નિકાલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પણ કોઈ કારણોસર વેલ નીકળી ન હતી.અને પાલિકા તંત્રએ માત્ર થોડી વેલનો નીકાલ કર્યો હતો. ત્યારે ફરી વખત આ નદીમાં વેલ નજરે ચડતા અમરેલી પાલિકા તંત્ર વેલનો નિકાલ કરવા કાર્યવાહી હાથ ધરી તેવી શહેરીજનોની માંગ છે.

આખો દિવસ દુર્ગધથી રાહદારીઓ પરેશાન

પાણીમા વેલનો જમાવડો થતા પાણીમા અતિશય દુર્ગધ ફેલાઇ રહી છે. અહીથી પસાર થતા રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. અહી મચ્છરોનો પણ એટલો જ ઉપદ્વવ વધ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ફરી ગાંડીવેલના નિકાલ માટેની કાર્યવાહી કરવામા આવે તે જરૂરી છે.

X
Amreli - અમરેલીની ઠેબી નદીમાં રહેલી ગાંડીવેલ હટાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતાં ફરી વખત સામ્રાજ્ય છવાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી