તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વડીયા તાલુકાના દેવળકી ગામે વડીયા પોલીસે રેડ કરી જાહેરમાં

વડીયા તાલુકાના દેવળકી ગામે વડીયા પોલીસે રેડ કરી જાહેરમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડીયા તાલુકાના દેવળકી ગામે વડીયા પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા 10 શખ્સોને ઝડપી લીધા હતા. અહીથી પોલીસે 9 મોબાઈલ સહિત રૂ. 46130નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે પત્તા પ્રેમીઓ આ મહિનામાં ઠેર ઠેર અડીગો જમાવી જાહેરમાં જુગાર રમતા હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના પોલીસ વડાની કડક સુચનાથી આજે વડીયા પોલીસ જી.ડી.આહિર,અશોકસિંહ, જયરાજભાઈ, અભેસિંહ, મેહુલભાઈ, હિમતભાઈ, પ્રદિપભાઈએ દેવળકી ગામે જુગાર અંગેનો દરોડો પાડયો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે અહીથી જગદિશ સોનાગઢ, પ્રકાશ વાધેલા, ચંદુ ડોબરીયા, પોપટ રાદડીયા, ચેતન ડાભી, ચંદુ ડોબરીયા, ચેતન ડાભી, હરેશ ડોબરીયા, રમેશ ડોબરીયા, વલકુ તગમડીયાને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડયા હતા. આ ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે રોકડ રૂ.30630 અને 9 મોબાઈલ રૂ.15500 મળીને કુલ 46130નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ તમામ આરોપીઓ સામે વડીયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તસ્વીર- જીતેશગીરી ગોસાઇ

અન્ય સમાચારો પણ છે...