• Home
  • Saurashtra
  • Latest News
  • Amreli
  • Amreli - જિલ્લામાંથી જુદી-જુદી જગ્યાએથી 8 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

જિલ્લામાંથી જુદી-જુદી જગ્યાએથી 8 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

પોલીસે છ સ્થળેથી દેશીદારૂ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amreli - જિલ્લામાંથી જુદી-જુદી જગ્યાએથી 8 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા
અમરેલી જિલ્લામા પોલીસે આઠ શખ્સોને નશો કરેલી હાલતમા ઝડપી લીધા હતા. જયારે જુદાજુદા છ સ્થળેથી પોલીસે દારૂ અંગે દરોડો પાડી દેશીદારૂ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ પોલીસે રાજુલામા ફિરોજ દલ, હિરાણા ગામે અરવિંદ ઢાઢર, આંબલીયાળા બસ સ્ટેશન પાસેથી દિલુ સુરૂ મકવાણા, ડેડાણ ગામે કાળીધાર પાછળથી કાળુ માવજી મકવાણાને, નાનુડી ગામેથી છના નાનજી બાંભણીયા, ખાખરીયા રેલવે સ્ટેશનથી પ્રવિણ મંગા ચૌહાણ, બગસરામાથી સુનીલ બળદેવ, કોવાયા ગામેથી ગોબર લખમણ ચાવડાને નશો કરેલી હાલતમા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત પોલીસે દામનગરના ધામેલ ગામેથી જયાબેન અજુભાઇને ચાર લીટર દેશીદારૂ સાથે, રાજુલામા સોમીબેન ભીમા સોલંકીને પાંચ લીટર દેશીદારૂ, વડીયામા જીવરાજ ઉર્ફે જીકા પથુ ખાંગરવાને 10 લીટર દેશીદારૂ સાથે, મોટી કુંકાવાવમા તેજો દેવા ગુંગળાને 20 લીટર દેશીદારૂ સાથે, અને પ્રેમજી બીજલ પરમારને 20 લીટર દેશીદારૂ તેમજ બગસરાની કંચનબેનને 85 લીટર દેશીદારૂ, સાગર અરવિંદને 90 લીટર દેશીદારૂ તેમજ અમરેલીમાથી અરૂણાબેન પ્રકાશભાઇ મકવાણા અને સોનલબેન માનજી સરીયાને દેશીદારૂ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

X
Amreli - જિલ્લામાંથી જુદી-જુદી જગ્યાએથી 8 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App