Home » Saurashtra » Latest News » Amreli » લીલીયામાં 72માં સ્વાતંત્રય દિનની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન

લીલીયામાં 72માં સ્વાતંત્રય દિનની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:00 AM

ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક સહિતનાં કાર્યક્રમો યોજાશે

  • લીલીયામાં 72માં સ્વાતંત્રય દિનની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન
    અમરેલી જિલ્લામાં દર વર્ષે જિલ્લા કક્ષાના સ્વાતંત્રય દિનની ઉજવણી વિવિધ તાલુકામાં થાય છે. આ વર્ષે જિલ્લા કક્ષાના 72માં સ્વાતંત્રય દિનની ઉજવણી તા.15ના રોજ સવારે 9 કલાકે મોટા લીલીયા મુકામે કેબિનેટ મંત્રી પાણી પુરવઠા, પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણના કુંવરજીભાઇ બાવળિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

    તા.15ના રોજ લીલીયા મુકામે ભાભા માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્રય દિનની ઉજવણી કરવામાં આવશે. આ તકે પરેડ નિરીક્ષણ, વિશિષ્ટ શક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગીત અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે. આ ઉપરાંત જાળીયા મુકામે જનતા વિદ્યાલયમાં પણ નાયબ કલેકટરના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવશે. અહીં પોલીસ, હોમગાર્ડ્સ, એન.સી.સી.ના જવાનો દ્વારા સલામી આપવામાં આવશે.

    અમરેલી શહેરમાં સ્વાતંત્રય દિનની પૂર્વ સંધ્યાએ ત્રિરંગા યાત્રા અને યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પોલીસ એસ્કોટિંગ સાથે સાંજે 5:30 કલાકે થશે અને 6:30 વાગ્યે પૂર્ણ થશે. આ ત્રિરંગા યાત્રા રેલીમાં બાઇક સવારો નગરના મુખ્ય માર્ગો પર ફરશે. આ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારો દેશભક્તિના ગીત રજૂ કરશે અને મહાનુભાવો મશાલ પ્રજ્વલ્લિત કરશે. નાગરિકો રાષ્ટ્રભક્તિની પ્રતિજ્ઞા અને સમર્પણ સંકલ્પ લેશે.

    અમરેલીમાં આજે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેર યોજાશે

    18થી 45 વર્ષની વયજુથનાં કોઈપણ યુવાનો ભાગ લઈ શકશે



    આવતીકાલે અમરેલીમાં ચિત્તલ રોડ ખાતે આવેલી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 18થી 45 વર્ષની વય ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે. આ મેગા જોબફેરમાં વધુને વધુ યુવાનો જોડાય તેવો જિલ્લા રોજગાર અધિકારીએ અનુરોધ કરવામાં આવ્યો છે.

    જિલ્લા રોજગાર કચેરી દ્વારા સમયાંતરે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવે છે. આજે શિક્ષણનું સ્તર એટલુ વધી રહ્યું છે કે યુવાનોને નોકરી મેળવવી ખૂબ મુશ્કેલ બની ગયું છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં નોકરીદાતાઓ આવી યુવાનોને નોકરી આપે છે. અમરેલીમાં આવતીકાલે મેગાજોબ ફેર અને સ્વરોજગાર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.5 કે તેથી વધુ ભણેલા કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક, આઈ.ટી.આઈ. પાસ, ડિપ્લોમા લાયકાત ધરાવતા અને 18થી 45 વર્ષની વયજુથ ધરાવતા યુવાનો ભાગ લઈ શકશે.

    આ ભરતી મેળામાં વિવિધ નોકરીદાતાઓ- સ્થાનિક નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની નકલ, બાયોડેટા, અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત થવાનું રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ