Home » Saurashtra » Latest News » Amreli » Amreli - વડીયા તાલુકાના મોટી કુંકાવાવમા શિવનગર સોસાયટીમા એક પટેલ આધેડના

વડીયા તાલુકાના મોટી કુંકાવાવમા શિવનગર સોસાયટીમા એક પટેલ આધેડના

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:00 AM

વડીયા તાલુકાના મોટી કુંકાવાવમા શિવનગર સોસાયટીમા એક પટેલ આધેડના બંધ રહેણાંકના તાળા તોડી કોઇ અજાણ્યો તસ્કર રોકડ...

  • Amreli - વડીયા તાલુકાના મોટી કુંકાવાવમા શિવનગર સોસાયટીમા એક પટેલ આધેડના

    વડીયા તાલુકાના મોટી કુંકાવાવમા શિવનગર સોસાયટીમા એક પટેલ આધેડના બંધ રહેણાંકના તાળા તોડી કોઇ અજાણ્યો તસ્કર રોકડ રકમ તથા દાગીના મળી રૂા. 1.27 લાખની ચોરી કરી લઇ ગયો હતો. ચોરીની આ ઘટના તારીખ 6/9ના રોજ બપોરના સાડા ચારથી પોણા છએક વાગ્યાના સમયગાળામા વડીયા તાલુકાના મોટી કુંકાવાવમા શિવનગર સોસાયટી ખાતે બની હતી. અહી રહેતા અને ખેતીકામ કરતા હિમતભાઇ લાલજીભાઇ ગેવરીયા નામના પટેલ ખેડૂતના ઘરમાથી તસ્કરો રોકડ અને દાગીના ચોરી ગયા હતા. બનાવના દિવસે તેઓ પોતાનુ ઘર બંધ કરી વાડીએ આંટો મારવા ગયા હતા. તે સમયગાળામા કોઇ અજાણ્યા તસ્કરે ઘરમા ઘુસી કબાટમા રાખેલી રૂા. 42 હજારની રોકડ રકમ તથા 3 તોલાનુ સોનાનુ મંગળસુત્ર મળી કુલ રૂા. 1.27 લાખની ચોરી કરી હતી. તેઓ વાડીએથી ઘરે પરત આવ્યા ત્યારે ઘરમા સરસામાન વેરવિખેર હાલતમા પડયો હતો. કોઇ અજાણ્યો શખ્સ વંડી ટપી રસોડાની બાજુના રૂમના તાળા તોડી અંદર ઘુસ્યો હતો અને પર્સમા ટીંગાડેલુ મંગળસુત્ર તથા પેટીમા રાખેલી રોકડ રકમ લઇ ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ